You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય સૂપ રેસિપિ, વેજ સૂપ > ચંકી સૂપ / બ્રોથ > વન મીલ સૂપ વન મીલ સૂપ રેસિપી | હાઈ બ્લડ પ્રેશર માટે દાળ અને વેજીટેબલ સૂપ | પૌષ્ટિક સૂપ | One Meal Soup, Healthy Indian Dal Vegetable Soup તરલા દલાલ વન મીલ સૂપ રેસિપી | હાઈ બ્લડ પ્રેશર માટે દાળ અને વેજીટેબલ સૂપ | પૌષ્ટિક સૂપ | one meal soup in gujarati | with 32 amazing images. એક અતિ પોષણદાઇ સૂપ જે હ્રદય માટે ખૂબ જ ઉપયોગી ગણી શકાય એવું છે. આ વન મીલ સૂપમાં મેળવેલા શાકના ઉત્તમ ગુણ અને તે ઉપરાંત તેમાં મેળવેલી મગની દાળ તમને સારી માત્રામાં ફાઇબર અને પ્રોટીન પૂરા પાડે છે. આ ઉપરાંત વન મીલ સૂપમાં રહેલા વિટામીન-સી નું પ્રમાણ તમારા શરીરના મૂળમાં ઉત્પન્ન થતા ફ્રી રેડીકલ્સ (free radicals) વડે નુકશાન થતી રક્તનલિકાને રક્ષણ આપે છે. જો તમે અહીં જણાવેલી માત્રાના પ્રમાણમાં મીઠાનો ઉપયોગ કરશો, તો જેમને લોહીના ઉચ્ચ દબાણની તકલીફ રહે છે તેમના માટે પણ આ વાનગી ઉત્તમ ગણી શકાય એવી છે. અન્ય લોકો તેમાં જરૂર પૂરતું વધારાનું મીઠું મેળવી શકે છે. Post A comment 23 Apr 2023 This recipe has been viewed 6530 times वन मील सूप रेसिपी | स्वस्थ दाल सब्जी का सूप | कम नमक वाला दाल का सूप - हिन्दी में पढ़ें - One Meal Soup, Healthy Indian Dal Vegetable Soup In Hindi one meal soup recipe | healthy Indian dal vegetable soup | low salt yellow dal vegetable soup | - Read in English વન મીલ સૂપ - One Meal Soup, Healthy Indian Dal Vegetable Soup recipe in Gujarati Tags અમેરીકન સૂપચંકી સૂપ / બ્રોથડાયાબિટીસ સૂપ રેસિપીડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર માટે રેસીપીડાયાબિટીસ અને કિડની માટે રેસીપીસ્વસ્થ હૃદય માટે સૂપઓછી કેલરી સૂપ, વજન ઘટાડવા ભારતીય સૂપ તૈયારીનો સમય: ૨૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૩૫ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો વન મીલ સૂપ માટે૧/૪ કપ પીળી મગની દાળ , ધોઈને નીતારી લો૨ ટીસ્પૂન તેલ૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ૧ ટીસ્પૂન ઝીણું સમારેલુ આદુ૧/૪ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ૧/૨ કપ ઝીણા સમારેલી કાદાં૧ ૧/૨ કપ સમારીને હલકી ઉકાળેલી મિક્સ શાકભાજી મીઠું અને તાજો પીસેલો કાળા મરીનો પાવડર સ્વાદાનુસાર૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી સુવાની ભાજી૨ ટીસ્પૂન લીંબુનો રસ કાર્યવાહી વન મીલ સૂપ માટેવન મીલ સૂપ માટેવન મીલ સૂપ બનાવવા માટે, મગની દાળને પ્રેશર કૂકરમાં ૧૧/૨ કપ પાણી સાથે ભેગું કરો અને ૨ સીટી માટે પ્રેશર કુક કરો.ઢાંકણ ખોલતા પહેલા વરાળને બહાર નીકળવા દો. બાજુ પર રાખો.એક ઊંડા પેનમાં તેલ ગરમ કરી તેમાં લસણ, આદુ, લીલા મરચાંની પેસ્ટ અને કાદાં મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.હલકી ઉકાળેલી મિક્સ શાકભાજી ઉમેરો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.મગની દાળ અને ૧૧/૨ કપ પાણી મિક્સ કરો, સ્વાદાનુસાર મીઠું અને મરીનો પાવડર ઉમેરો.સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો.સુવાની ભાજી અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.વન મીલ સૂપ ગરમાગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન