પાલક તાહીની રૅપ્સ્ ની રેસીપી | Spinach Tahini Wraps ( Nutritious Recipe for Pregnancy)

તમારા શરીરમાં લોહ તત્વ જાળવી રાખવા પાલકની સાથે સલાડના પાન અને તલ વડે તૈયાર થતા આ પાલક તાહીનીના રૅપ્સ્, તમારા બાળકોના રક્ત કોષ અને હેમોગ્લોબીનને વધારવામાં મદદરૂપ થશે. બનાવવામાં અતિ સરળ આ રૅપ્સ્ સુવાસ અને સ્વાદ બન્ને ધરાવે છે.

Spinach Tahini Wraps ( Nutritious Recipe for Pregnancy) In Gujarati

પાલક તાહીની રૅપ્સ્ ની રેસીપી - Spinach Tahini Wraps ( Nutritious Recipe for Pregnancy) in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬ રૅપ્સ્ માટે
મને બતાવો રૅપ્સ્

ઘટકો

રોટી માટે
૨ કપ ઘઉંનો લોટ
૧/૪ કપ પાલકની પ્યુરી
૨ ટીસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન મીઠું

પૂરણ માટે
૧ ૧/૨ કપ ખમણીને બાફેલી મિક્સ શાકભાજી (ગાજર , ફણસી અને બટાટા)
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
લીલા મરચાં , ઝીણા સમારેલા
૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
૨ ટીસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર

તીખી તાહીની પેસ્ટ માટે
૧/૨ કપ તલ
૧/૩ કપ ચણાની દાળ
૨ ટીસ્પૂન વિનેગર
૨ ટેબલસ્પૂન તાજું દહીં
લસણની કળી , સમારેલી
લીલો મરચો , સમારેલો

પીસીને મરચાં-લસણની પેસ્ટ તૈયાર કરવા માટે
સૂકા લાલ કાશ્મીરી મરચાં , પલાળેલા
૩ to ૪ લસણની કળી
૧ ટીસ્પૂન લીંબુનો રસ
૧ ટેબલસ્પૂન પાણી
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુ
૧ કપ સલાડના પાન , મોટા ટુકડા કરેલા
કાર્યવાહી
રોટી માટે

  રોટી માટે
 1. એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, તેમાં જરૂરી પાણી ઉમેરી નરમ કણિક તૈયાર કરી ૧/૨ કલાક બાજુ પર રાખો.
 2. તે પછી આ કણિકના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં વણી રોટી તૈયાર કરો.
 3. દરેક રોટીને બન્ને બાજુએથી હલકી શેકીને બાજુ પર રાખો.

પૂરણ માટે

  પૂરણ માટે
 1. એક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી, કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
 2. તે પછી તેમાં મિક્સ શાકભાજી, લીલા મરચાં, કોથમીર અને મીઠું મેળવી વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
 3. હવે આ પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

તીખી તાહીની પેસ્ટ તૈયાર કરવા માટે

  તીખી તાહીની પેસ્ટ તૈયાર કરવા માટે
 1. એક તવા પર તલ અને ચણા દાળને અલગ-અલગથી શેકી લીધા પછી તેને મિક્સરમાં સાથે પીસીને ઝીણો પાવડર તૈયાર કરો.
 2. આ પાવડરને એક બાઉલમાં કાઢી લીધા પછી, તેમાં બાકી રહેલી બધી વસ્તુઓ મેળવીને સારી રીતે મિક્સ કરી લો.
 3. આ પેસ્ટને રેફ્રિજરેટરમાં લગભગ એક કલાક રહેવા દો.

આગળની રીત

  આગળની રીત
 1. એક સાફ અને સૂકી જગ્યા પર એક રોટી રાખો.
 2. તે પછી તેની પર સરખા પ્રમાણમાં સલાડના પાન મૂકો.
 3. હવે સલાડના પાન પર તાહીની પેસ્ટનું પાતળું થર અને તૈયાર કરેલા પૂરણનો એક ભાગ પાથરો.
 4. છેલ્લે તેની પર થોડી મરચાં-લસણની પેસ્ટ પાથરી, રોટીને સખત રીતે રોલ કરી લો.
 5. આ જ પ્રમાણે બાકી રહેલી પેસ્ટ અને પૂરણ વડે બીજી ૫ રોટી તૈયાર કરી લો.
 6. તરત જ પીરસો.

Reviews