You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સવારના નાસ્તા > ચિલા, પૅનકેક સવારના નાસ્તા > વેજીટેબલ ઑટસ્ પૅનકેક વેજીટેબલ ઓટ્સ પેનકેક રેસીપી | ઓટ્સ પેનકેક | હેલ્ધી વેજ ઓટ્સ પેનકેક | Vegetable Oats Pancake તરલા દલાલ વેજીટેબલ ઓટ્સ પેનકેક રેસીપી | ઓટ્સ પેનકેક | હેલ્ધી વેજ ઓટ્સ પેનકેક | vegetable oats pancake in Gujarati | with 17 amazing images.ઑટસ્ નો ઉપયોગ ફક્ત પોરિજ બનાવવામાં જ નથી થતો, પણ તે સિવાય બીજી ઘણી વાનગીમાં પણ તેનો ઉપયોગ થાય છે. અહીં ઑટસ્ માં ગાજર અને પાલક ઉમેરીને રંગીન, ઓછી કૅલરીવાળા જે હેલ્ધી વેજ ઓટ્સ પેનકેક તૈયાર થાય છે તે પૌષ્ટિક અને એક નવીન વાનગી તરીકે ગણી શકાય એવા બને છે. ઑટસ્ માં બીટા ગ્લુકન એન્ઝાઇમ ભરપૂર માત્રામાં હોય છે જે લોહીના કોલેસ્ટ્રોલ અને શર્કરાના સ્તરને ઘટાડવામાં મદદરૂપ થાય છે, જ્યારે ગાજર અને પાલક સારી માત્રામાં વિટામીન-એ ઉમેરે છે.મધુમેહની અમારી બીજી વાનગીઓ ચંકી ટમૅટો પાસ્તા અને પોષણદાઇ જવનું સૂપ જરૂરથી અજમાવો. Post A comment 05 Dec 2022 This recipe has been viewed 7342 times वेजिटेबल ओट्स पैनकेक रेसिपी | भारतीय स्टाइल ओट्स पैनकेक | स्वस्थ शाकाहारी ओट्स पैनकेक - हिन्दी में पढ़ें - Vegetable Oats Pancake In Hindi vegetable oats pancake recipe | Indian style oats pancake | healthy veg oats pancake | - Read in English Vegetable Oats Pancake Video વેજીટેબલ ઓટ્સ પેનકેક રેસીપી - Vegetable Oats Pancake recipe in Gujarati Tags ચિલા, પેનકેક સવારના નાસ્તાસ્વતંત્રતા દિવસ રેસિપિતવો વેજકેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક વ્યંજનકેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક બ્રેકફાસ્ટ તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૨૫ મિનિટ    ૫ પૅનકેક માટે મને બતાવો પૅનકેક ઘટકો ૧ કપ ઑટસ્ નો લોટ૧/૨ કપ ખમણેલા ગાજર૧/૨ કપ ઝીણી સમારેલી પાલક૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં મીઠું , સ્વાદાનુસાર૧/૨ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ૧ ૧/૨ ટીસ્પૂન તેલ , ચોપડવા અને રાંધવા માટેપીરસવા માટે દહીંવાળી ફૂદીનાની ચટણી કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં ખાવાની સોડા સિવાયની બાકીની બધી વસ્તુઓ સાથે ૧ કપ પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરી, ભજીયા જેવું ઘટ્ટ ખીરૂં તૈયાર કરો.પૅનકેક બનાવતા પહેલા, તેમાં ખાવાની સોડા અને ૨ ટીસ્પૂન પાણી ખીરામાં ઉમેરી લો.ખીરામાં જ્યારે પરપોટા થવા માંડે ત્યારે હળવેથી મિક્સ કરી લો.હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડી લો.તે પછી તવા પર એક ચમચા જેટલું ખીરૂં રેડીને ૧૦૦ મી. મી. (૪”)ના વ્યાસમાં જાડા ગોળાકાર પૅનકેક તૈયાર કરો.પૅનકેકની કીનારીઓ પર ૧/૪ ટીસ્પૂન જેટલું તેલ રેડી, પૅનકેક બન્ને બાજુએથી હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકી લો.આ જ પ્રમાણે બાકી રહેલા ખીરા વડે વધુ ૪ પૅનકેક તૈયાર કરો.દહીંવાળી ફૂદીનાની ચટણી સાથે તરત જ પીરસો. Nutrient values ઊર્જા ૭૫ કૅલરીપ્રોટીન ૨.૩ ગ્રામકાર્બોહાઈડ્રેટ ૧૦.૩ ગ્રામચરબી ૨.૭ ગ્રામફાઇબર ૧.૧ ગ્રામવિટામીન-એ ૬૪૨.૩ માઇક્રોગ્રામલોહ ૦.૭ મીલીગ્રામ Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન