હરા તવા પનીર | Hara Tava Paneer ( Healthy Starter Recipe )

આ હરા તવા પનીરની એક ખાસ વાત છે કે જ્યારે તમે તેને બનાવતા હશો ત્યારે જ ધીરે-ધીરે તમને તેની મજેદાર ખુશ્બુનું અહેસાસ થતું રહેશે, કારણકે તેમાં મેળવેલી લીલી ચટણીની સાથે પનીરને મેરીનેટ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત કોર્નના તીખાશવાળા મિશ્રણનું સ્તર પણ તેમાં છે.

Hara Tava Paneer ( Healthy Starter Recipe ) In Gujarati

This recipe has been viewed 5808 times



હરા તવા પનીર - Hara Tava Paneer ( Healthy Starter Recipe ) in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨૦ટુકડા માટે

ઘટકો

લીલી ચટણી માટે (લગભગ ૭ ટેબલસ્પૂન તૈયાર થશે)
૧ કપ સમારેલી કોથમીર
૩ ટેબલસ્પૂન તાજું ખમણેલું નાળિયેર
૩/૪ ટીસ્પૂન સાકર
૧ ટેબલસ્પૂન લીંબુનો રસ
૨ લીલા મરચાં , સમારેલા
મીઠું , સ્વાદાનુસાર
૨ ટેબલસ્પૂન લૉ-ફેટ દહીં

બીજી જરૂરી વસ્તુઓ
૨૦ ટુકડા લૉ-ફેટ પનીર , ૨૫ મી.મી. (૧”) x ૨૫ મી.મી. (૧”)ના ટુકડા
૩/૪ કપ બાફેલા મીઠી મકાઇના દાણા
એક ચપટીભર સાકર
એક ચપટીભર મીઠું
૨ ટીસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૨ ટેબલસ્પૂન લૉ-ફેટ દૂધ (૯૯.૯% ફેટ ફ્રી , જે બજારમાં તૈયાર મળે છે)
૩ ટીસ્પૂન તેલ , રાંધવા માટે
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
કાર્યવાહી
લીલી ચટણી બનાવવા માટે

    લીલી ચટણી બનાવવા માટે
  1. દહીં સિવાયની બાકીની બધી વસ્તુઓ મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
  2. આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લીધા પછી તેમાં દહીં મેળવી સારી રીતે મિક્સ કરીને બાજુ બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. પનીરના દરેક ટુકડાના બે અડધા ભાગ પાડીને ૨૫ મી. મી. (૧”) x ૧૨ મી. મી. (૧/૨”)ના ૪૦ ટુકડા તૈયાર કરો.
  2. હવે એક બાઉલમાં પનીરના ટુકડા સાથે ૫ ટેબલસ્પૂન તૈયાર કરેલી લીલી ચટણીની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી મેરીનેટ થવા ૩૦ મિનિટ માટે બાજુ પર રાખો.
  3. હવે મિક્સરની જારમાં મકાઇ, સાકર, મીઠું અને બાકી રહેલી ૨ ટેબલસ્પૂન લીલી ચટણીને મિક્સ કરી કરકરી પેસ્ટ તૈયાર કરો.
  4. આ તૈયાર થયેલી પેસ્ટને એક બાઉલમાં કાઢી તેમાં કોથમીર અને દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી બાજુ બાજુ પર રાખો.
  5. ૫હવે એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ૧ ૧/૨ ટીસ્પૂન તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી ઉંચા તાપ પર કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
  6. તે પછી તેમાં મકાઇનું તૈયાર કરેલું મિશ્રણ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
  7. તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી સહેજ ઠંડું થવા દો.
  8. હવે આ મિશ્રણના ૨૦ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
  9. તે પછી પનીરનો એક ટુકડો સૂકી સપાટ જગ્યા પર રાખી તેની પર તૈયાર કરેલા મિશ્રણનો એક ભાગ સરખી રીતે મૂકો.
  10. તે પછી તેની પર પનીરનો બીજો એક ટુકડો મૂકી સેન્ડવીચ બનાવી હળવા હાથે દબાવી લો.
  11. આ જ પ્રમાણે બચેલી સામગ્રી વડે ૧૯ બીજા સ્ટફડ પનીરના ટુકડા તૈયાર કરી લો.
  12. હવે એક નૉન-સ્ટીક તવા પર બાકી રહેલું ૧ ૧/૨ ટીસ્પૂન તેલ ગરમ કરી લો. તેની પર પનીરના સ્ટફ કરેલા ટુકડા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
  13. ગરમ ગરમ પીરસો.

Reviews