લસણવાળું રસમ | મરી અને લસણવાળું રસમ | સાઉથ ઈન્ડિયન રસમ | garlic rasam in gujarati |
આ લસણવાળું રસમ એવું ઉત્તમ તત્વ ધરાવે છે કે જેમાં લસણના પોષક તત્વની સાથે તે ખોરાકને પચાવવામાં પણ મદદરૂપ બની, શરીરને તંદુરસ્ત રાખવા ઉપયોગી બને છે. દરરોજ નહીં તો પણ પખવાડિયામાં એક વખત તો જરૂર આ રસમ બનાવી તેની ખુશ્બુ સાથે તંદુરસ્તી જાળવવાનો ફાયદો મેળવો.
બીજી વિવિધ દક્ષિણ ભારતીય વાનગી પણ અજમાવો, તે છે રસમ ઇડલી અથવા કાંચીપૂરમ ઇડલી.
લસણવાળું રસમ | મરી અને લસણવાળું રસમ | સાઉથ ઈન્ડિયન રસમ | - Garlic Rasam, South Indian Poondu Rasam recipe in Gujarati
મસાલા માટે- એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં બધી વસ્તુઓ મેળવી, ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા તેની સુગંધ પ્રસરવા માંડે ત્યાં સુધી સતત હલાવતા રહી સાંતળી લીધા પછી બાજુ પર રાખો.
- તે ઠંડું થાય તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું પાવડર તૈયાર કરો.
આગળની રીત- એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી અથવા લસણ ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી સાંતળી પૅનમાંથી કાઢીને બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં આમલીનું પાણી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૭ થી ૮ મિનિટ સુધી અથવા આમલીની કાચી સુવાસ લુપ્ત થઇ જાય ત્યાં સુધી સાંતળી લો.
- હવે તેમાં સાંતળેલું લસણ અને તૈયાર કરેલો મસાલો મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૪ થી ૫ મિનિટ અથવા મિશ્રણ ઘટ્ટ બને ત્યાં સુધી રાંધી લો.
- હવે વઘાર તૈયાર કરવા માટે, એક નાના નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં રાઇ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લાલ કાશ્મીરી મરચાં મેળવી થોડી સેકંડ સુધી સાંતળી લો.
- આ વઘારને ઉકળતા રસમ પર રેડી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વધુ એક મિનિટ સુધી રાંધી લો.
- ગરમ-ગરમ પીરસો.