કોફી વોલનટ કપકેક | Coffee Walnut Cupcake ( Cupcakes Recipe)

કોફીની કડવાશ અને અખરોટની કઠણાશનું સંયોજન એટલે આ ડેર્ઝટની મજાનો ભેદ, જેને સમજાય તેના માટે આ એક અનેરા આનંદની વાનગી ગણી શકાય. અખરોટ તેમાં જરૂરી કરકરાપણું આપે છે, જ્યારે કોફીનું મિશ્રણ મજેદાર ખુશ્બુ આપે છે. કોફીનું મિશ્રણ તૈયાર કરવા અહીં જણાવેલી રીતનો બરોબર અમલ કરવો, જેથી તમને તેની મજેદાર ખુશ્બુ મળી રહે. આ કપકેકને સિલ્વર બોલ વડે સજાવવાથી તેનો ઉઠાવ બહું સરસ લાગશે.

Coffee Walnut Cupcake ( Cupcakes Recipe) In Gujarati

This recipe has been viewed 3144 times



કોફી વોલનટ કપકેક - Coffee Walnut Cupcake ( Cupcakes Recipe) in Gujarati

તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન:  ૧૫૦˚ સે (૩૦૦˚ ફે)   બેકિંગનો સમય:  ૧૫ થી ૨૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬કપકેક માટે

ઘટકો

વેનીલા કોફી-અખરોટના સ્પંજ માટે
૩/૪ કપ મેંદો
૩/૪ ટીસ્પૂન બેકીંગ પાવડર
૧/૪ ટીસ્પૂન બેકીંગ સોડા
૧/૨ કપ કન્ડેન્સડ મીલ્ક
૩ ટેબલસ્પૂન પીગળાવેલું માખણ
૧/૨ ટીસ્પૂન વેનીલા ઍસન્સ
૩ ટેબલસ્પૂન સમારેલા અખરોટ
૨ ટીસ્પૂન કોફી પાવડર , ૪ ટીસ્પૂન ગરમ પાણીમાં ઓગળાવેલું

ફ્રોસ્ટીંગ માટે
૬ ટેબલસ્પૂન માખણ
૧૨ ટેબલસ્પૂન આઇસિંગ સુગર
૧ ૧/૨ ટીસ્પૂન કોફી પાવડર , ૩ ટીસ્પૂન ગરમ પાણીમાં ઓગળાવેલું

સજાવવા માટે
ખાઇ શકાય એવા સિલ્વર બોલ્સ
કાર્યવાહી
વેનીલા કોફી-અખરોટના સ્પંજ માટે

    વેનીલા કોફી-અખરોટના સ્પંજ માટે
  1. સૌ પ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ, બેકીંગ પાવડર અને બેકીંગ સોડાને ચારણી વડે ચાળીને બાજુ પર રાખો.
  2. બીજા એક બાઉલમાં કન્ડેન્સડ મીલ્ક, પીગળાવેલું માખણ, વેનીલા ઍસન્સ તથા ૨ ટેબલસ્પૂન પાણી મેળવીને સારી રીતે જેરી લો.
  3. હવે આ મિશ્રણમાં તૈયાર કરેલું લોટનું મિશ્રણ, અખરોટ અને કોફીનું મિશ્રણ મેળવી ચપડા ચમચા વડે સારી રીતે મિક્સ કરી રેડી શકાય એવું ખીરૂં તૈયાર કરો.
  4. હવે આ ખીરાને તેલ ચોપડેલા ૬૮ મી. મી. (૨ ૧/૨”)ના ૬ એલ્યુમિનિયમના મોલ્ડમાં સરખા પ્રમાણમાં રેડી લો.
  5. આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦˚ સે (૪૦૦˚ ફે) તાપમાન પર આ મોલ્ડને ૧૦ મિનિટ સુધી અને પછી ૧૫૦˚ સે (૩૦૦˚ ફે) તાપમાન પર ૧૫ થી ૨૦ મિનિટ સુધી બરોબર ઉપસીને રંધાઇ જાય ત્યાં સુધી બેક કરી લો. સ્પંજ જ્યારે મોલ્ડમાંથી છુંટું પડી જાય અને ઉપરથી નરમ લાગે ત્યારે સમજી જવું કે તે તૈયાર થઇ ગયું છે.
  6. આ મોલ્ડને સંપૂર્ણ ઠંડું થવા (લગભગ ૩૦ મિનિટ) બાજુ પર રાખો.

ફ્રોસ્ટીંગ માટે

    ફ્રોસ્ટીંગ માટે
  1. હવે એક બાઉલમાં માખણ મૂકીને ચપટા ચમચા વડે તેને સારી રીતે બીટ કરી લો.
  2. પછી તેમાં આઇસિંગ સુગર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  3. છેલ્લે તેમાં કોફીનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. તૈયાર કરેલા ફ્રોસ્ટીંગને પાઇપીંગ બેગમાં રેડી દરેક કપકેક પર તેના નાના ગોળા બનાવી લો.
  2. તે પછી દરેક કેકને ખાઇ શકાય એવા સિલ્વર બોલ વડે સજાવી લો.
  3. તરત જ પીરસો.

Reviews