મસૂર અને ટમેટાની બિરયાની | Masoor Pulao

આ બિરયાની બનાવવાની વિધિ થોડી લાંબી છે જેમાં એક ખાસ પેસ્ટ, કેસરયુક્ત ભાત અને અલગથી એક મસૂરનું મિશ્રણ બનાવવામાં આવે છે જેને પાછળથી યોગ્ય રીતે ગોઠવીને ત્યાં સુધી બેક કરવામાં આવે છે, જ્યાં સુધી તેનો સ્વાદ એક બીજા સાથે ભળી જાય અને એક ખુશ્બુદાર અત્યંત મોહક વાનગી તૈયાર થાય. આમ તૈયાર થયેલી મસૂર અને ટમેટાની બિરયાનીનો સ્વાદ જ્યારે તમે અનુભવશો ત્યારે જ તમને લાગશે કે તમારી મહેનત સફળ થઇ છે.

Masoor Pulao recipe In Gujarati

This recipe has been viewed 4549 times



મસૂર અને ટમેટાની બિરયાની - Masoor Pulao recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૬ કલાક   બેકિંગનું તાપમાન:  ૨૦૦° સે (૪૦૦° ફે)   બેકિંગનો સમય:  ૧૫ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય :     ૬માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

ભાત માટે
૩ કપ રાંધેલા ભાત
૧/૪ ટીસ્પૂન કેસરના રેસા
૧ ટેબલસ્પૂન દૂધ
તેલ, તળવા માટે
૩/૪ કપ ઝીણા સ્લાઇસ કરેલા કાંદા
મીઠું , સ્વાદાનુસાર

મસૂરના મિશ્રણ માટે
૩/૪ કપ આખા મસૂર , ૬ કલાક પાણીમાં પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલા
૧ ટેબલસ્પૂન તેલ
૧/૨ કપ સમારેલા કાંદા
૩/૪ કપ ઝીણા સમારેલા ટમેટા

પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડું પાણી ઉમેરીને)
લસણની કળી
આખા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા
૧ ટેબલસ્પૂન આખા ધાણા
૧ ૧/૨ ટીસ્પૂન જીરૂ
૪ ટીસ્પૂન ખસખસ
૨૫ મિલીમીટર (૧”)નો આદુનો ટુકડો

બીજી જરૂરી વસ્તુઓ
૨ ટેબલસ્પૂન દૂધ

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
કાર્યવાહી
ભાત માટે

    ભાત માટે
  1. એક નાના બાઉલમાં કેસર અને દૂધ મેળવી, સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  2. એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા નાંખી, તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને સૂકા કરવા માટે ટીશ્યુ પેપર પર મૂકો.
  3. એક ઊંડા બાઉલમાં તળેલા કાંદા, ભાત, મીઠું અને કેસર-દૂધનું મિશ્રણ મેળવી, હળવા હાથે મિક્સ કરી બાજુ પર રાખો.

મસૂરના મિશ્રણ માટે

    મસૂરના મિશ્રણ માટે
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  3. તે પછી તેમાં પલાળીને નીતારેલા મસૂર, મીઠું અને ૧ ૧/૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી પૅનને ઢાંકી મધ્યમ તાપ પર ૧૦ મિનિટ સુધી અથવા મસૂર બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. ભાતના ૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
  2. તેલ ચોપડેલી બેકીંગ ડીશમાં ૧ ટેબલસ્પૂન દૂધ રેડો.
  3. તેની પર ભાતનો ૧ ભાગ મૂકી સરખી રીતે પાથરી લો.
  4. તે પછી તેની પર મસૂરનું મિશ્રણ સરખી રીતે પાથરી લો.
  5. હવે ભાતનો બીજો ભાગ તેની પર સરખી રીતે પાથરી લો.
  6. તે પછી બાકી રહેલું ૧ ટેબલસ્પૂન દૂધ તેની પર સરખી રીતે રેડી લો.
  7. બેકીંગ ડીશનું ઢાંકણ ઢાંકી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૧૦ મિનિટ અથવા માઇક્રોવેવમાં ઉંચા તાપમાન પર ૪ થી ૫ મિનિટ સુધી બેક કરી લો.
  8. કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

Reviews