You are here: Home > બાળકોનો આહાર > બાળકો માટે પ્રોટીન યુક્ત આહાર > ક્રીમી સ્પીનચ ટોસ્ટ ક્રીમી સ્પીનચ ટોસ્ટ | Creamy Spinach Toast તરલા દલાલ નાસ્તો બનાવવા માટે જો તમારી પાસે ફકત અડધો કલાક હોય તો ક્રીમી સ્પીનચ ટોસ્ટ બનાવવું એક ઉત્તમ વિકલ્પ છે. જે લોકોને ઘણું બધુ માખણ અથવા ચીઝ વગર બ્રેડ ખાવી એકદમ સૂકી લાગે છે તે લોકો માટે મલાઇદાર અને ભીનું પાલકનું ટોપિંગ ઓછી કૅલરીવાળો ઉત્તમ પર્યાય છે. આ ક્રીમી સ્પીનચ ટોસ્ટના એક ટોસ્ટમાં ફકત ૨૬ કૅલરી મળે છે પણ સાથે-સાથે ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને કૅલ્શિયમ મળે છે જે દીવસભર માટે પર્યાપ્ત છે. Post A comment 24 May 2024 This recipe has been viewed 6914 times क्रिमी स्पिनॅच टोस्ट रेसिपी | भारतीय पालक टोस्ट | पालक चीज़ टोस्ट क्रिमी स्पिनॅच टोस्ट रेसिपी हिंदी में | - हिन्दी में पढ़ें - Creamy Spinach Toast In Hindi creamy spinach toast recipe | Indian palak toast | spinach, vegetable cheese toast | - Read in English Creamy Spinach Toast Video ક્રીમી સ્પીનચ ટોસ્ટ - Creamy Spinach Toast recipe in Gujarati Tags ઝટ-પટ નાસ્તાઝડપી સાંજે નાસ્તાબેક્ડ નાસ્તા રેસીપીસાંજની ચહા સાથેના નાસ્તાબ્રેડટોસ્ટચટાકેદાર બેક્ડ રેસિપિ તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બેકિંગનું તાપમાન: २००° સે (४००° ફે)   બેકિંગનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૭ મિનિટ   કુલ સમય : ૧૭ મિનિટ    ૩૨ ટોસ્ટ માટે મને બતાવો ટોસ્ટ ઘટકો ૮ ટોસ્ટ કરેલી ઘઉંના બ્રેડની સ્લાઇસપાલકના ટોપિંગ માટે૩ કપ પાતળી લાંબી સમારેલી પાલક૧ ટેબલસ્પૂન લૉ ફેટ માખણ૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં એક ચપટીભર બેકીંગ સોડા૧ ટેબલસ્પૂન કોર્નફલોર , ૩/૪ કપ લૉ ફેટ દૂધમાં ઓગાળવું મીઠું , સ્વાદાનુસારબીજી જરૂરી વસ્તુઓ૮ ટીસ્પૂન ખમણેલું મોઝરેલા ચીઝ ટોબેસ્કો સૉસ (વૈકલ્પિક) કાર્યવાહી પાલકના ટોપિંગ માટેપાલકના ટોપિંગ માટેએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી, કાંદા અને મરચાં ઉમેરી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.હવે તેમાં પાલક અને બેકીંગ સોડા ઉમેરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.હવે તેમાં કોર્નફલોર-દૂધનું મિશ્રણ અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા મિશ્રણ થોડું જાડું થઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.ઠંડું થાય પછી મિશ્રણના ૮ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતદરેક ટોસ્ટેડ બ્રેડ પર ટોપિંગનો એક ભાગ એકસરખો પાથરી તેની પર ૧ ટીસ્પૂન ચીઝ ભભરાવી, આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦૦ સે (૪૦૦૦ ફે)ના તાપમાન પર ૮ થી ૧૦ મિનિટ અથવા કરકરું થઇ જાય ત્યાં સુધી શેકી લો.દરેક ટોસ્ટને આડા અને ત્રિકોણાકારના ૪ ભાગમાં કાપી તરત જ પીરસો. Nutrient values એક ટોસ્ટ માટેઊર્જા૨૬ કૅલરીપ્રોટીન૧.૧ ગ્રામકાર્બોહાઈડ્રેટ૩.૯ ગ્રામચરબી૦.૪ ગ્રામવિટામિન એ૩૭૩.૦ માઇક્રોગ્રામકૅલ્શિયમ૨૦.૭ મીલીગ્રામફાઇબર ૧.૦ મીલીગ્રામ Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન