વેજીટેબલ ઉપમા રેસીપી | ઉપમા | વેજીટેબલ રવા ઉપમા | દક્ષિણ ભારતીય સ્ટાઇલ વેજીટેબલ ઉપમા | Vegetable Upma, South Indian Style Vegetable Rava Upma

વેજીટેબલ ઉપમા રેસીપી | ઉપમા | વેજીટેબલ રવા ઉપમા | દક્ષિણ ભારતીય સ્ટાઇલ વેજીટેબલ ઉપમા | vegetable upma in gujarati | with 18 amazing images.

વેજીટેબલ ઉપમા સૌથી સામાન્ય દક્ષિણ ભારતીય નાસ્તાની વાનગીઓમાંની એક છે, જે હવે સમગ્ર ભારતમાં લોકપ્રિય છે. વેજીટેબલ રવા ઉપમા એ રવો, મિક્સ શાકભાજી, કાંદા, અડદની દાળ અને ભારતીય વધાર જેવી સામાન્ય સામગ્રીનો ઉપયોગ કરીને ઝડપથી તૈયારી થાય છે.

સૂચવ્યા મુજબ વેજીટેબલ રવા ઉપમાને કપમાં નાખી ઊલટું કરી આકાર આપી ગરમ પીરસો. તમે નાળિયેર, કોથમીર અને નાયલોન સેવ સાથે વેજીટેબલ ઉપમાને સજાવી શકો છો. તે ઉપમાનો સ્વાદ વધારે છે.

Vegetable Upma, South Indian Style Vegetable Rava Upma recipe In Gujarati

વેજીટેબલ ઉપમા રેસીપી - Vegetable Upma, South Indian Style Vegetable Rava Upma recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

વેજીટેબલ ઉપમા માટે
૧ કપ સમારીને બાફેલી મિક્સ શાકભાજી (ગાજર , ફણ્સી અને લીલા વટાણા)
૧ કપ રવો
૧ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન રાઇ
૧ ટીસ્પૂન અડદની દાળ
૧/૪ ટીસ્પૂન હિંગ
૧/૨ કપ બારીક સમારેલા કાંદા
૫ થી ૬ કડી પત્તા
૨ ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ
મીઠું , સ્વાદાનુસાર
૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
૧ ટેબલસ્પૂન લીંબુનો રસ
કાર્યવાહી
વેજીટેબલ ઉપમા બનાવવા માટે

    વેજીટેબલ ઉપમા બનાવવા માટે
  1. વેજીટેબલ ઉપમા બનાવવા માટે, એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો, તેમાં રાઇ, અડદની દાળ, હિંગ, કાંદા અને કડી પત્તા ઉમેરો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  2. રવો ઉમેરો અને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ માટે સાંતળી લો.
  3. ૩ ૧/૨ કપ ગરમ પાણી, મિક્સ શાકભાજી, આદુ-લીલા મરચાંની પેસ્ટ અને મીઠું ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર થોડી થોડી વારે હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધી લો.
  4. કોથમીર અને લીંબુનો રસ ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર થોડી થોડી વારે હલાવતા રહી ૧ મિનિટ રાંધી લો.
  5. વેજીટેબલ ઉપમાને તરત પીરસો.

Reviews