શોર્ટક્રસ્ટ પેસ્ટ્રી ની રેસીપી | Shortcrust Pastry, Basic Eggless Shortcrust Pastry

Shortcrust Pastry, Basic Eggless Shortcrust Pastry recipe In Gujarati

This recipe has been viewed 640 timesઆ ક્રસ્ટ ઘણખરી પેસ્ટ્રી અને પાઇની વાનગીની મૂળ વાનગી છે. તેને પ્રથમ બેક કરવામાં આવે છે પછી તેમાં જુદા જુદા ફીંલીગ મેળવીને પૂરણ ભરીને વિવિધ પાઇ તૈયાર કરવામાં આવે છે.

આ ક્રસ્ટ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે કણિકને વધુ દબાવવાથી ક્રસ્ટની રચનામાં ફરક પડી જશે અને છેલ્લે બ્રેડ જેવી કણિક બની જશે.

શોર્ટક્રસ્ટ પેસ્ટ્રી ની રેસીપી - Shortcrust Pastry, Basic Eggless Shortcrust Pastry recipe in Gujarati

તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન:  ૨૦૦° સે (૪૦૦° ફે)   બેકિંગનો સમય:  ૨૦ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય :     ૧ પેસ્ટ્રી (૬”) માટે
મને બતાવો પેસ્ટ્રી (૬”)

ઘટકો

શોર્ટક્રસ્ટ પેસ્ટ્રી ની રેસીપી બનાવવા માટે
૩/૪ કપ મેંદો
૧/૪ કપ માખણ
ચપટીભર મીઠું
કાર્યવાહી
શોર્ટક્રસ્ટ પેસ્ટ્રી ની રેસીપી બનાવવા માટે

  શોર્ટક્રસ્ટ પેસ્ટ્રી ની રેસીપી બનાવવા માટે
 1. મેંદાને ચારણી વડે ચાળી લીધા પછી તેમાં માખણ અને મીઠું મેળવી આંગળીઓ વડે તેને સારી રીતે ચોળી લો.
 2. તે પછી તેમાં ૧ ટેબલસ્પૂન બરફવાળું ઠંડું પાણી મેળવી કણિક તૈયાર કરો.
 3. આ કણિકને ૩મી. મી. ની જાડાઇમાં ગોળ વણી લો.
 4. આ વણેલી કણિકને ૧૫૦ મી. મી. (૬”)ની ગોળ ગ્રીઝ કરેલી પાઇ ડીશમાં મૂકી દો.
 5. તેને ડીશની કીનારી પર દબાવી લો અને પછી તેમાં ફોર્ક (fork) વડે નીચે અને બાજુ પર કાંપા પાડી લો.
 6. હવે આ ડીશને આગળથી ગરમ કરેલા ઑવનમાં મૂકી ૨૦૦˚ સે (૪૦૦˚ ફે) તાપમાન પર ૧૫ મિનિટ સુધી બેક કરી લો.
 7. બેક કરીને તેને પાઇ ડીશમાંથી કાઢવું નહીં. જ્યારે જરૂર પડે ત્યારે શોર્ટક્રસ્ટ પેસ્ટ્રી ઉપયોગ કરો.

નોંધ:

  નોંધ:
 1. આ બનાવેલા ક્રસ્ટ પાઇ ડીશ સાથે વાપરવું કારણકે તેની ઉપર ટોપીંગ મેળવ્યા પછી ફરી બેક કરવાનું રહે છે.

Reviews