You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી (પહેલો નાસ્તો) બ્રેકફાસ્ટ રેસિપી > બટાટાના પરોઠાનો ફ્રીજમાં સંગ્રહ બટાટાના પરોઠાનો ફ્રીજમાં સંગ્રહ | How To Freeze Aloo Parathas, How To Store Aloo Parathas તરલા દલાલ આજકાલ લોકો વધુ સમય વ્યસ્ત રહેતા હોવાથી, કામ પરથી પાછા આવતા ભોજન બનાવવા માટે ભાગ્યે જ તેમને સમય મળે છે. આવા પ્રસંગે જ્યારે તમને સમય મળે ત્યારે કેટલીક વસ્તુઓ તૈયાર કરી, તેને રેફ્રીજરેટરમાં સંગ્રહ કરી રાખવાથી જ્યારે જરૂર પડે ત્યારે ટુંકા સમયમાં ઝડપથી ભોજન તૈયાર કરી શકાય. આ રેસીપીમાં તમને સમજાવવામાં આવે છે કે આલૂ પરોઠાને કેવી રીતે ફ્રીજમાં સંગ્રહ કરી શકાય. પ્રથમ સ્વાદિષ્ટ પરોઠા તૈયાર કરી ખાવાની લાલચને રોકીને તેને અકબંધ કરવાનું વિચારવાનું છે. આમ કરવા માટે તમારે પરોઠાને સંપૂર્ણપણે ઠંડા પાડવાના છે, તે પછી તેને રેસીપી પ્રમાણે બંધ કરી રેફ્રીજરેટરમાં મૂકી રાખવા. અહીં રેસીપીમાં કાંદાનો ઉપયોગ કરવામાં નથી આવતો જેથી પરોઠા વધુ સમય સાચવી શકાય. જો તમે આ રેસીપી પ્રમાણે પરોઠાનો સંગ્રહ કરશો તો તેને તમે એક મહીના સુધી રેફ્રીજરેટરમાં રાખી શકશો. તે ઉપરાંત અહીં બીજી એક વાતનું ખાસ ધ્યાન રાખશો કે ફ્રીઝરમાં ઘણી વસ્તુઓનો સંગ્રહ ન કરવો કારણ કે તેનાથી પરોઠાની સંગ્રહશક્તિને અસર થશે અને પરોઠા બગડવાની શક્યતા વધી જશે. Post A comment 12 Jun 2024 This recipe has been viewed 7364 times आलू पराठा को फ्रीज करने की रेसिपी | आलू पराठा कैसे स्टोर करें | आलू पराठों को फ्रीज करने के टिप्स - हिन्दी में पढ़ें - How To Freeze Aloo Parathas, How To Store Aloo Parathas In Hindi how to freeze aloo paratha recipe | how to store aloo paratha | tips to freeze parathas | - Read in English બટાટાના પરોઠાનો ફ્રીજમાં સંગ્રહ - How To Freeze Aloo Parathas, How To Store Aloo Parathas recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી બ્રેકફાસ્ટ | પંજાબી સવારના નાસ્તાની વાનગીઓ | ઝટ-પટ નાસ્તાથેપલા અને પરોઠા ની રેસીપી નાસ્તા માટેફ્રીજરતવો વેજફ્રીજ઼ર ભારતીય પરાઠા રેસીપી, ફ્રોજ઼ન ફૂડ તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૫ મિનિટ   કુલ સમય : ૨૦ મિનિટ    ૧૦ પરોઠા માટે મને બતાવો પરોઠા ઘટકો કણિક માટે૨ કપ ઘઉંનો લોટ મીઠું , સ્વાદાનુસાર૧ ટીસ્પૂન તેલમિક્સ કરીને પૂરણ તૈયાર કરવા માટે૨ કપ બાફી , છોલીને છૂંદેલા બટાટા૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર૧/૪ ટીસ્પૂન હળદર૧ ટીસ્પૂન જીરા પાવડર૧ ટીસ્પૂન આમચૂર૧ ટીસ્પૂન ચાટ મસાલો મીઠું , સ્વાદાનુસારબીજી જરૂરી વસ્તુઓ ઘઉંનો લોટ , વણવા માટે૨ ૧/૨ ટીસ્પૂન તેલ , રાંધવા માટે કાર્યવાહી કણિક માટેકણિક માટે૧ એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી બહુ કઠણ નહીં બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતતૈયાર કરેલા પૂરણના ૧૦ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.તે જ રીતે કણિકના પણ ૧૦ સરખા ભાગ પાડો.કણિકના એક ભાગને ૧૨૫ મી. મી. (૫”)વ્યાસના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.હવે તેની પર પૂરણનો એક ભાગ તેની મધ્યમાં મૂકી તેની બાજુઓને વાળીને મધ્યમાં ભેગી કરી સજ્જડ રીતે બંધ કરી લો.તે પછી તેને ફરીથી ૧૦૦ મી. મી. (૪”) વ્યાસના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.રીત ક્રમાંક ૩ થી ૫ પ્રમાણે બાકીના ૯ આલૂ પરોઠા તૈયાર કરી લો.હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર દરેક પરોઠાને ૧૫ સેકંડ સુધી ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી બન્ને બાજુએથી અડધા કાચા-પાકા શેકી લો.આમ અર્ધ-શેકેલા પરોઠાને એક મોટી થાળીમાં છુટા-છુટા ગોઠવીને સંપૂર્ણ ઠંડા થવા મૂકો.જ્યારે તે ઠંડા થઇ જાય, ત્યારે તેને ઢગલાબંધ ગોઠવવા માટે એકબીજાની વચ્ચે બટર પેપર મૂકી ઢગલી બનાવીને ફ્રીજરબેગમાં ભરી લો.ફ્રીજરબેગ પર વાનગીનું નામ તારીખ લખેલું એક લેબલ જરૂરથી ચીટકાડી દો. જ્યારે જરૂર પડે ત્યારે તેને વાપરો.જ્યારે તમે તેનો ઉપયોગ કરવાનો હો, ત્યારે તેમાં મૂકેલું બટર પેપર કાઢી લો.હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર પરોઠાને મધ્યમ તાપ ૧ ટીસ્પૂન ઘી વડે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન