ક્રૅપ્સ્ મેક્સિકના | Crepes Mexicana

બેક કરીને બનતી વાનગીઓમાં એક અદભૂત કહી શકાય એવી આ વાનગી ક્રૅપ્સ્ મેક્સિકના બનાવવામાં અતિ સરળ છે, જેમાં એક અલગ જ પ્રકારના અજોડ પાતળા ક્રૅપ્સ્ માં મેક્સિકન પૂરણ ભરવામાં આવે છે. સુગંધી અને રસદાર પનીરનું મિશ્રણ તથા રાંધ્યા વગરનું સાલસા અને રીફ્રાઇડ બીન્સ્ આ ક્રૅપ્સ્ નું મજેદાર પૂરણ છે. અહીં બધી સાદી વસ્તુઓનો અલગ રીતે મેળાવો કરી એક મજેદાર વાનગી તૈયાર કરવામાં આવી છે. આ ચીઝી ક્રૅપ્સ્ મેક્સિકનાની રચનાએવી સરસ છે તમને તે લાંબા ગાળા સુધી યાદ રહેશે. આ વાનગીને બેક કર્યા પછી કરકરા લીલા કાંદાના લીલા ભાગ સાથે સજાવીને ગરમા ગરમ પીરસવા.

Crepes Mexicana recipe In Gujarati

This recipe has been viewed 4002 times

Crepes Mexicana - Read in English 


ક્રૅપ્સ્ મેક્સિકના - Crepes Mexicana recipe in Gujarati

તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન:  ૨૦૦˚ સે (૪૦૦˚ ફે)   બેકિંગનો સમય:  ૧૦ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય :     ૫ક્રૅપ્સ્ માટે
મને બતાવો ક્રૅપ્સ્

ઘટકો
ક્રેપ્સ્
૩/૪ કપ રીફ્રાઇડ બીન્સ્
૫ ટીસ્પૂન રાંધ્યા વગરનું સાલસા

પનીરના મિશ્રણ માટે
૧/૪ કપ ભુક્કો કરેલું પનીર
૧ ટેબલસ્પૂન તેલ
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૪ કપ ઝીણી સમારેલી ઝૂકિની
૧/૪ કપ બાફેલા મીઠી મકાઇના દાણા
૧/૨ ટીસ્પૂન સૂકા ઑરેગાનો
મીઠુંઅને તાજો પાવડર કરેલા મરી , સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

બેકીંગ કરવા માટે
૧/૨ ટેબલસ્પૂન દૂધ , ચોપડવા માટે
૧/૨ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા કાંદાનો લીલો ભાગ
કાર્યવાહી
પનીરનું મિશ્રણ તૈયાર કરવા માટે

    પનીરનું મિશ્રણ તૈયાર કરવા માટે
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં પનીર, ઝૂકિની, મકાઇ, સૂકા ઑરેગાનો, મીઠું અને મરી ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  3. હવે તાપ બંધ કરી તેમાં કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી, મિશ્રણના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. રીફ્રાઇડ બીન્સ્ ના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
  2. હવે એક ક્રૅપને સાફ સૂકી જગ્યા પર રાખી ક્રૅપની એક તરફ રીફ્રાઇડ બીન્સ્ નો એક ભાગ મૂકો.
  3. તે પછી તેની પર સરખી રીતે પનીરના મિશ્રણનો એક ભાગ પાથરી લો.
  4. તે પછી તેની પર ૧ ટીસ્પૂન સાલસા પાથરી લો.
  5. હવે તેને સજ્જડ રીતે વાળીને રોલ કરી લો.
  6. રીત ક્રમાંક ૨ થી ૫ મુજબ બીજા ૪ ક્રૅપ્સ્ તૈયાર કરી લો.
  7. આમ તૈયાર થયેલા ક્રૅપ્સ્ ને બેકીંગ ડીશમાં ગોઠવી લો.
  8. પછી ક્રૅપ્સ્ પર બ્રશ વડે દૂધ ચોપડી લો.
  9. તે પછી તેની પર ચીઝ છાંટી ઑવનમાં ગોઠવી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦˚ સે (૪૦૦˚ ફે) તાપમાન પર ૫ મિનિટ સુધી બેક કરી લો.
  10. લીલા કાંદાના લીલા ભાગ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

Reviews