મેક્સિકન ટાર્ટ વિથ રિફ્રાઇડ બીન્સ્ ઍન્ડ સૉર ક્રીમ ની રેસીપી | Mexican Tarts with Refried Beans and Sour Cream

ટાર્ટ આમ તો તેના કદથી આકર્ષક હોય છે, તે ઉપરાંત તેની નાજુકાઇ અને બહાર દેખાતી તેમાં રહેલી માત્રાના લીધે વધુ લોભામણા લાગે છે. આવી આ નાસ્તાની વાનગી એવી મોહક છે કે ઝટ ખાવાની લાલચ થઇ જ આવે.

અહીં અમે તૈયાર ટાર્ટ વડે સરળ અને ફટાફટ તૈયાર થઇ જાય એવી વાનગી રજૂ કરી છે. જીભને મધુર લાગે એવી વસ્તુઓનું સંયોજન એટલે રીફ્રાઇડ બીન્સ્ અને સૉર ક્રીમથી ભરપૂર આ નાસ્તાની વાનગી ખૂબ જ આકર્ષક બને છે. રીફ્રાઇડ બીન્સ્ નું મિશ્રણ અને સૉર ક્રીમનું મિશ્રણ મળીને એક સમૃધ્ધ અને આનંદદાયક મેક્સિકન ટાર્ટ એવું મજેદાર બને છે કે મોટાઓ અને નાના બાળકોને પણ તે પસંદ પડશે.

Mexican Tarts with Refried Beans and Sour Cream recipe In Gujarati

This recipe has been viewed 1281 timesમેક્સિકન ટાર્ટ વિથ રિફ્રાઇડ બીન્સ્ ઍન્ડ સૉર ક્રીમ ની રેસીપી - Mexican Tarts with Refried Beans and Sour Cream recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૬ ટાર્ટ માટે

ઘટકો
૧૬ તૈયાર મળતા ટાર્ટ
૮ ટીસ્પૂન ખમણેલું ચીઝ

રીફ્રાઇડ બીન્સ્ ના મિશ્રણ માટે
૩/૪ કપ બાફીને છૂંદેલા રાજમા
૧ ટેબલસ્પૂન તેલ
૧/૨ કપ ઝીણા સમારેલા લીલા કાંદાનો સફેદ અને લીલો ભાગ
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૨ ટેબલસ્પૂન ટમેટો કેચપ
મીઠું , સ્વાદાનુસાર

સૉર ક્રીમનું મિશ્રણ તૈયાર કરવા માટે
૧/૪ કપ ઘટ્ટ દહીં
૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ
મીઠું અને તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર

સજાવવા માટે
૧/૪ કપ ઝીણા સમારેલા લીલા કાંદાનો સફેદ અને લીલો ભાગ
કાર્યવાહી
રીફ્રાઇડ બીન્સ્ ના મિશ્રણ માટે

    રીફ્રાઇડ બીન્સ્ ના મિશ્રણ માટે
  1. ૧. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લીલા કાંદાનો સફેદ તથા લીલો ભાગ, લસણ અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  2. ૨. તે પછી તેમાં ટમેટા, મરચાં પાવડર, ટમેટા કેચપ, મીઠું અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  3. ૩. તે પછી તેમાં રાજમા ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

આગળની રીત

    આગળની રીત
  1. હવે એક ટાર્ટ લઇને તેમાં ૧/૨ ટેબલસ્પૂન તૈયાર કરેલું રીફ્રાઇડ બીન્સ્ નું મિશ્રણ ભરી લો અને તેની પર ૧/૨ ટીસ્પૂન સૉર ક્રીમનું મિશ્રણ પાથરો અને છેલ્લે ઉપર ૧/૨ ટીસ્પૂન ચીઝ સરખી રીતે પાથરી લો.
  2. આ જ પ્રમાણે ઉપરની મુજબની રીતે બીજા વધુ ૧૫ ટાર્ટ તૈયાર કરી લો.
  3. લીલા કાંદાના સફેદ અને લીલા ભાગ વડે સજાવીને તરત જ પીરસો.

Reviews