ઈંડારહિત વેનીલા કેક (કન્ડેન્સ્ડ મીલ્ક વડે તૈયાર કરેલું) ની રેસીપી | Eggless Vanilla Cake Using Condensed Milk ( Cakes and Pastries)

સામાન્ય રીતે જે લોકો શાકાહારી હોય છે તેઓ પેસ્ટ્રી, કેક અને વિલાયતી ડેઝર્ટની વાનગીઓની મજાનો આનંદ માણી શકતા નથી, કારણકે તેમાં ઈંડાનો ઉપયોગ થયો હોય છે. અમે અહીં ઈંડારહિત કેકની રજુઆત કરી છે જે તમને કેકની દુનિયાનો નવો અનુભવ કરાવશે.

Eggless Vanilla Cake Using Condensed Milk ( Cakes and Pastries) recipe In Gujarati

This recipe has been viewed 5497 times



ઈંડારહિત વેનીલા કેક (કન્ડેન્સ્ડ મીલ્ક વડે તૈયાર કરેલું) ની રેસીપી - Eggless Vanilla Cake Using Condensed Milk ( Cakes and Pastries) recipe in Gujarati

તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન:  ૧૮૦° સે (૩૬૦° ફે)   બેકિંગનો સમય:  ૪૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧કેક માટે
મને બતાવો કેક

ઘટકો

ઈંડારહિત વેનીલા કેક ની રેસીપી બનાવવા માટે
૧ ૧/૪ કપ મેંદાનો લોટ
૧ ૧/૨ ટીસ્પૂન બેકીંગ પાવડર
૧/૨ ટીસ્પૂન ખાવાની સોડા
૩/૪ કપ કન્ડેન્સ્ડ મીલ્ક
૪ ટેબલસ્પૂન પીગળાવેલું માખણ
૧ ટીસ્પૂન વેનીલા એસૅન્સ
પીગળાવેલું માખણ , ચોપડવા માટે
મેંદાનો લોટ , કેક પર છાંટવા માટે
કાર્યવાહી
ઈંડારહિત વેનીલા કેક ની રેસીપી બનાવવા માટે

    ઈંડારહિત વેનીલા કેક ની રેસીપી બનાવવા માટે
  1. મેંદાનો લોટ, બેકીંગ પાવડર અને ખાવાની સોડા ભેગા કરી ચારણી વડે ચાળી લીધા પછી તેને બાજુ પર રાખો.
  2. હવે એક ૧૭૫ મી. મી. (૭”)ની ગોળ કેકના ટીનમાં થોડું માખણ ચોપડી તેની પર થોડો મેંદાનો લોટ સરખી રીતે પથરાઇ જાય તે રીતે ભભરાવી લો. તે પછી જો ટીનમાં વધુ લોટ રહી ગયો હોય તો ટીનને હલાવીને કાઢી લો.
  3. હવે એક ઊંડા બાઉલમાં કન્ડેન્સ્ડ મીલ્ક, પીગળાવેલું માખણ અને વેનીલા એસૅન્સ મિક્સ કરીને ચપટા ચમચા (spatula) વડે મિક્સ કરી લો.
  4. તે પછી તેમાં ચાળેલા લોટનું મિશ્રણ અને ૫ ટેબલસ્પૂન પાણી ઉમેરી હળવેથી તેને ચપટા ચમચા (spatula) વડે મિક્સ કરી લો. આ મિશ્રણ રેડી શકાય એવું તૈયાર કરવું.
  5. હવે આ મિશ્રણને માખણ ચોપડેલી કેકની ડીશમાં રેડી લો.
  6. આમ તૈયાર થયેલા ટીનને આગળથી ગરમ કરેલો ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) તાપમાન પર ૪૦ થી ૪૫ મિનિટ સુધી બેક કરી લો.
  7. તે પછી ખાત્રી કરી લો કે ટીનની કીનારીઓ પરથી કેક છુંટું થઇને ફુલી ગયેલું લાગે છે.
  8. કેકના ટીનને સ્ટેન્ડ પર ઉલટાવીને સ્ટેન્ડને થપથપાવીને કેકને કાઢી લો.
  9. કેકને ઠંડું થવા બાજુ પર રાખો અને જ્યારે જરૂર લાગે ત્યારે તેનો આનંદ અને સ્વાદ માણો.

Reviews