દાલ ખીચડી રેસીપી | ખીચડી રેસીપી | સ્વાદિષ્ટ દાલ ખીચડી બનાવવાની રીત | Dal Khichdi

દાલ ખીચડી રેસીપી | ખીચડી રેસીપી | સ્વાદિષ્ટ દાલ ખીચડી બનાવવાની રીત | dal khichdi recipe in Gujarati | with 31 amazing images.

આ એક એવી દાલ ખીચડી રેસીપી છે જેમાં ખૂબ બધી સામગ્રીનો ઉપયોગ કરવા છતાં તે બનાવવામાં અતિશય સહેલી છે અને સાથે ખૂબ જ આરોગ્યદાયક તથા સ્વાદિષ્ટ જમણમાં તેની ગણત્રી કરી શકાય એવી છે.

દાલ ખીચડીમાં તુવરની દાળ અને ચોખા સાથે ફક્ત આખા મસાલાનો જ નહીં, પણ સાથે કાંદા, લસણ અને ટમેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી આ ખીચડીમાં નામની ખટ્ટાશ આવી રહે છે. જ્યારે તમારી પાસે કઢી બનાવવાનો સમય ન હોય ત્યારે તમે તેને દહીં અને પાપડ સાથે પીરસી શકો છો.

Dal Khichdi recipe In Gujarati

This recipe has been viewed 13214 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD



દાલ ખીચડી - Dal Khichdi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ કપ તુવરની દાળ , ધોઇને નીતારી લીધેલી
૧ કપ ચોખા , ધોઇને નીતારી લીધેલા
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૨ ટીસ્પૂન હીંગ
મીઠું , સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન ઘી
લવિંગ
૨૫ મિલીમીટર (૧”) નોતજનો ટુકડો
૬ to ૮ કાળા મરી
ગોળ લાલ બોરીયા મરચાં
૧ ટીસ્પૂન જીરૂ
લીલા મરચાં , લાંબી ચીરી પાડેલા
૬ to ૮ કડી પત્તા
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૨ ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા
૧ ટેબલસ્પૂન મરચાં પાવડર
કાર્યવાહી
    Method
  1. એક પ્રેશર કુકરમાં તુવરની દાળ, ચોખા, હળદર, ૧/૪ ટીસ્પૂન હીંગ, મીઠું અને ૫ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
  2. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી તેને બાજુ પર રાખો.
  3. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી, તેમાં લવિંગ, તજ, કાળા મરી, લાલ મરચાં અને જીરૂ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  4. પછી તેમાં બાકી રહેલી ૧/૪ ટીસ્પૂન હીંગ, લીલા મરચાં, કડી પત્તા, કાંદા અને લસણ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં ટમેટા, થોડું મીઠું અને મરચાં પાવડર મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
  6. પછી તેમાં રાંધેલા ભાત-દાળનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. તરત જ પીરસો.

Reviews

દાલ ખીચડી
 on 06 Mar 17 03:44 PM
5

Quick bani jati aa dal khichdi mara husband ne boh j bhave che ne jyare hu ene dahi saathe serve karu to khichdi aochi padi jay...thank you mam aa recipe share karva mate.