You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > ગુજરાતી ઉપવાસના વ્યંજન > કુટીના દારાના ઢોકળા કુટીના દારાના ઢોકળા | Buckwheat Dhoklas તરલા દલાલ સામાન્ય રીતે દરેક જાતના નાસ્તામાં ચરબીનું પ્રમાણ હોવું જરૂરી નથી. આ એક એવો નાસ્તો છે જેમાં સહેજ પણ ચરબી ધરાવનાર અંશ ન હોવાથી તે તમારા માટે સદાય ગમતી વાનગી ગણી શકાય. આ ઉપરાંત આ કુટીના દારાના ઢોકળાનો સ્વાદ અને પૌષ્ટિક્તા પણ લાજવાબ છે. કુટીના દારાની ગુણવત્તા એવી છે કે તે શરીરમાં રક્તના ભ્રમણમાં મદદરૂપ થઇ શરીરની ધમનીમાં થતાં ચરબીના ગંઠાવવાની ક્રીયાને અટકાવે છે. કુટીના દારાના ઉપયોગથી હ્રદયની ધડકનને દાબમાં રાખવા તે મદદરૂપ ગણાય જેથી હ્રદયની બીમારી ધરાવનાર માટે તે ઉપયોગી ગણી શકાય. આ ઉપરાંત આ નાસ્તાની વાનગીમાં તેલનો ઉપયોગ ન હોવાથી જેને રક્તના કોલેસ્ટ્રોલની તકલીફ હોય તેના માટે આ વાનગી ફાયદારૂપ ગણી શકાય. તે ઉપરાંત તેનું ગ્લાસેમિક ઇન્ડેક્સ્ ઓછું હોવાથી જેમને ડાયાબિટીસની તકલીફ હોય તેમના માટે પણ યોગ્ય છે. આ ઢોકળાના અઢળક ફાયદા હોવાથી આ નાસ્તો બધા માટે જરૂર બનાવો. Post A comment 29 Jan 2021 This recipe has been viewed 8780 times कुट्टू ढोकला रेसिपी | बकव्हीट ढोकला | कुट्टू के आटे का ढोकला | व्रत का ढोकला - हिन्दी में पढ़ें - Buckwheat Dhoklas In Hindi healthy buckwheat dhokla recipe | kuttu dhokla | high fibre buckwheat dhokla | - Read in English કુટીના દારાના ઢોકળા - Buckwheat Dhoklas recipe in Gujarati Tags ગુજરાતી ફરસાણ રેસીપીગુજરાતી ફરાળી રેસિપીમહારાષ્ટ્રીયન ઉપવાસના વ્યંજનસવારના નાસ્તા ઢોકળા રેસિપિસમનોરંજન માટેના નાસ્તાસ્ટીમ્ડ સ્નૈક્સ રેસીપી | ઉકાળેલા નાસ્તાની રેસીપી |સાંજની ચહા સાથેના નાસ્તા તૈયારીનો સમય: ૫ મિનિટ   પલાળવાનો સમય: ૪ થી ૫ કલાક   બનાવવાનો સમય: ૩૦ મિનિટ   કુલ સમય : ૩૩૫5 કલાક 35 મિનિટ    ૫ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧ ૧/૪ કપ કુટીનો દારો૧/૨ કપ ખાટું દહીં૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ૧/૪ ટીસ્પૂન આદૂની પેસ્ટ મીઠું , સ્વાદાનુસાર૧/૨ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ (વૈકલ્પિક) કાર્યવાહી Methodકુટીના દારાને સાફ કરીને જરૂરી પાણી વડે એક જ વખત ધોઇ લો. તેને વધુ વખત ધોવાથી તેમાં રહેલા સ્ટાર્ચ પણ ધોવાઇ જશે.તે પછી તેને ગરણી વડે ગાળીને નીતારી લો.હવે એક ઊંડા બાઉલમાં કુટીનો દારો, દહીં અને ૧/૩ કપ પાણી મેળવીને સારી રીતે મિક્સ કરી લો, તે પછી બાઉલને ઢાંકી પલાળવા માટે ૪ થી ૫ કલાક બાજુ પર રાખો.તે પછી તેમાં લીલા મરચાંની પેસ્ટ, આદૂની પેસ્ટ અને મીઠું મેળવી લો. ૧/૨ ચમચી ફળ મીઠું ઉમેરો (વૈકલ્પિક). પરપોટા બનવા દો. બેટરને હળવા હાથે મિક્સ કરો.આ ખીરાનો અડધો ભાગ એક તેલ ચોપડેલી ૧૭૫ મી. મી. (૭”)ના ગોળાકાર થાળીમાં રેડી થાળીને ઉપર નીચે કરી સરખા પ્રમાણમાં પાથરી લો.તે પછી તેને સ્ટીમરમાં (steamer) મૂકી ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા ઢોકળા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી બાફી લો.રીત ક્રમાંક ૫ અને ૬ મુજબ બીજી એક થાળી તૈયાર કરો.ઢોકળાને થોડા ઠંડા પાડ્યા પછી તેના ટુકડા કરી તરત જ પીરસો.હાથવગી સલાહ:હાથવગી સલાહ:રીત ક્રમાંક ૩ મુજબ મિશ્રણને ગરમીના દીવસોમાં ૪ કલાક તથા ઠંડીના દીવસોમાં ૫ થી ૬ કલાક હવામાન પ્રમાણે પલાળી રાખવું. આમ કરવાથી ઢોકળા સારા તૈયાર થશે. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન