ઇલુ પોડી | Ellu Podi

તમે કદી કોઇ દક્ષિણ ભારતીય કોઠાર અથવા રસોડાના કબાટમાં નજર કરી હશે તો તમને જરૂરથી સારા પ્રમાણમાં પોડી અથવા સૂકા મસાલા અને દાળનો પાવડર નજરે પડશે, જે કોઇ પણ વાનગી સાથે અથવા તો ભાત સાથે મેળવીને એક સાદા મુખ્ય જમણ તરીકે પીરસવામાં આવે છે. બસ તો, અહીં આ પૌષ્ટિક પાવડર જે તલ વડે બનાવી ભાત અને તલના તેલ સાથે મેળવી પાપડ સાથે જ્યારે પીરસવામાં આવે ત્યારે ઝટપટ અને મજેદાર જમણ તૈયાર થાય છે.

Ellu Podi recipe In Gujarati

This recipe has been viewed 4321 times

एल्लू पोड़ी - हिन्दी में पढ़ें - Ellu Podi In Hindi 
Ellu Podi - Read in English 


ઇલુ પોડી - Ellu Podi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧કપ માટે
મને બતાવો કપ

ઘટકો
૨ ટીસ્પૂન નાળિયેરનું તેલ અથવા બીજુ કોઇ પણ તેલ
૧/૨ કપ તલ
૧/૨ કપ ખમણેલું સૂકું નાળિયેર
આખા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા
૧ ટીસ્પૂન હીંગ
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. એક નાની કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં તલ, સૂકું નાળિયેર, લાલ મરચાં અને હીંગ મેળવી ધીમા તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી સતત હલાવતા રહી સાંતળી લીધા પછી તેને બાજુ પર રાખો.
  2. તે સંપૂર્ણ ઠંડું થાય તે પછી તેને મિક્સરમાં ફેરવી અર્ધ-કચરું પાવડર તૈયાર કરો.
  3. આ પાવડરને હવાબંધ બરણીમાં ભરી રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.

Reviews