બટરમિલ્ક રસમ | રસમ રેસીપી | સાઉથ ઈન્ડિયન રસમ | Butter Milk Rasam, Curd Rasam, Mor Rasam

બટરમિલ્ક રસમ | રસમ રેસીપી | સાઉથ ઈન્ડિયન રસમ | butter milk rasam in gujarati |

બટરમિલ્ક રસમ એ એક 'હલ્કો' સાધારણ મસાલાવાળો રસમ છે જે શરદી અથવા તાવવાળા લોકો દ્વારા સુરક્ષિત રીતે પીવામાં આવે છે, જેને સામાન્ય રીતે કાચી છાશની જેમ પીવાની મંજૂરી નથી.

બટરમિલ્ક રસમ ને ભાત અને મસાલા કરી સાથે પણ પીરસી શકાય છે.

Butter Milk Rasam, Curd Rasam, Mor Rasam recipe In Gujarati

This recipe has been viewed 3064 times



બટરમિલ્ક રસમ | રસમ રેસીપી | સાઉથ ઈન્ડિયન રસમ - Butter Milk Rasam, Curd Rasam, Mor Rasam recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

સુકા મસાલા પાવડર માટે (આશરે ૧/૨ કપ બનાવે છે)
૨ ટીસ્પૂન ઘી
૭ to ૮ આખા સુકા કાશ્મીરી લાલ મરચાં , ટુકડા કરેલા
૨ ટેબલસ્પૂન આખા ધાણા
૨ ટેબલસ્પૂન તૂવરની દાળ
૧ ૧/૨ ટીસ્પૂન મેથીના દાણા
૧ ૧/૨ ટીસ્પૂન મરીના દાણા
૧ ટીસ્પૂન હીંગ

અન્ય સામગ્રી
૧ કપ ખાટી છાશ
૧/૪ કપ તૂવરની દાળ
૧/૪ કપ સમારેલા ટામેટાં
મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન ઘી અથવા અન્ય કોઈ રિફાઇન તેલ
૧ ટીસ્પૂન રાઇ
૧ ટીસ્પૂન જીરું
લાલ કાશ્મીરી મરચો , ટુકડા કરેલો
૬ to ૭ કડીપત્તા
કાર્યવાહી
સુકો મસાલા પાવડર બનાવવા માટે

    સુકો મસાલા પાવડર બનાવવા માટે
  1. એક કઢાઈમાં ઘી ગરમ કરો, તેમાં બધી સામગ્રી ઉમેરીને ધીમા તાપ પર સતત હલાવતા રહી સ્વાદ છૂટે ત્યાં સુધી સાંતળો (આશરે ૪ થી ૫ મિનિટ).
  2. તેને સહેજ ઠંડુ થવા દો અને પછી એક મિક્સરમાં સુંવાળો પાવડર બનાવી લો. એક બાજુ રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. તૂવરની દાળ, ટામેટાં, મીઠું અને ૧ કપ પાણી ભેગું કરો, સારી રીતે મિક્સ કરી દો અને ૪ સીટી માટે પ્રેશર કૂક કરો.
  2. ઢાંકણ ખોલતા પહેલા વરાળને બહાર નિકળી જવા દો. પછી તેને થોડું હ્વિસ્ક કરી લો.
  3. ૧ ૧/૨ ટેબલસ્પૂન તૈયાર કરેલો મસાલો ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ૨ થી ૩ મિનિટ સુધી ઉકાળો.
  4. વધાર માટે કઢાઈમાં થોડું ઘી ગરમ કરો અને રાઇ નાખો.
  5. જ્યારે રાઇ તતડવા માંડે, ત્યારે તેમાં જીરું, લાલ મરચું અને કડીપત્તા નાખો અને થોડીવાર સુધી સાંતળો.
  6. દાળના મિશ્રણ પર વધાર રેડી દો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે રાંધી લો.
  7. ગેસ પર થી ઉતારી લો, છાશ અને મીઠું ઉમેરો (જો જરૂરી હોય તો) અને બરાબર મિક્સ કરી લો. તરત જ પીરસો.

હાથવગી સલાહ

    હાથવગી સલાહ
  1. તમે વધારે માત્રા માં મસાલો બનાવો છો, જો કે તેને ઓછા પ્રમાણ બનાવુ શક્ય નથી તેથી તેને બલ્કમાં તૈયાર કરો અને પછીથી વાપરવા માટે એક એર-ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો.

Reviews