ઊર્જાયુક્ત ચિયાના બીજનું પીણું – લીંબુ અને મધ સાથે ની રેસીપી | Energy Chia Seed Drink with Lime and Honey, for Endurance Athletes

Energy Chia Seed Drink with Lime and Honey, for Endurance Athletes recipe In Gujarati

This recipe has been viewed 2062 timesચિયાના બીજ આપણા શરીર માટે ગુણકારી છે એમાં કોઇ શંકાને સ્થાન નથી. શાકાહારી આહાર લેનારા માટે આ પીણામાં રહેલા ઑમેગા-૩ ફેટી એસિડનું પ્રમાણ વધુ ગુણકારી છે! આ ચિયા બીજમાં ફાઇબર અને પ્રોટીન પણ સારી માત્રમાં રહેલા છે. અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ નાના બીજ પચવામાં અતિ સરળ છે તે ઉપરાંત તેમાં એન્ટીઓક્સિડંટ (antioxidant) પણ છે.

આમ આ બીજનો ખોરાક વ્યાયામવીરને પોતાની શક્તિ ટકાવી રાખવા ઉપયોગી ગણાય છે. આ ચિયા બીજ સાદા કે પછી પાણીમાં પલાળીને ખાઇ શકાય. તેનું લીંબુ અને મધ સાથેનું પીણું તો એવું સ્વાદિષ્ટ બને છે કે સાદા બીજથી પણ તે વધુ સ્વાદિષ્ટ લાગે છે.

તમે આ પીણું ગમે તે સમયે લઇ શકો છો. તે ઉપરાંત બીજી પણ એક પૌષ્ટિક ગણાય એવી રીતે વ્યાયામવીરો તેનો ઉપયોગ કરે છે, તે છે તેમાં એક ટેબલસ્પૂન બીજની સાથે એક ચમચો પ્રોટીન પાવડર અડધો કપ નાળિયેરના દૂધમાં મેળવીને પણ તેનો આનંદ માણે છે.

ઊર્જાયુક્ત ચિયાના બીજનું પીણું – લીંબુ અને મધ સાથે ની રેસીપી - Energy Chia Seed Drink with Lime and Honey, for Endurance Athletes recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો

ઊર્જાયુક્ત ચિયાના બીજનું પીણું ની રેસીપી બનાવવા માટે
૨ ટેબલસ્પૂન ચિયાના બીજ
૧ ટેબલસ્પૂન મધ
૨ ટીસ્પૂન લીંબુનો રસ
કાર્યવાહી
    Method
  1. ઊર્જાયુક્ત ચિયાના બીજનું પીણું ની રેસીપી બનાવવા માટે, એક જારમાં ચિયાના બીજ, મધ, લીંબુનો રસ અને ૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. આ જારને ઢાંકીને રેફ્રીજરેટરમાં લગભગ ૧ કલાક રાખી મૂકો.
  3. ઊર્જાયુક્ત ચિયાના બીજનું પીણું પીરસતી વખતે તેને હલાવીને ઠંડું પીરસો.

Reviews