પનીર પકોડા | Paneer Pakoda, Punjabi Paneer Pakora Recipe

જ્યારે તમે પંજાબમાં મુસાફરી કરતા હો ત્યારે ત્યાંની અતિ પ્રખ્યાત નાસ્તાની વાનગીનો તમને ગમે ત્યાં ભેટો થઇ જશે અને તે છે પકોડા.

પકોડા બનાવવા લગભગ કોઇ પણ શાકભાજી જેવી કે પાલક, કાંદા, ફૂલકોબી, બટાટા અને મરચાંનો ઉપયોગ થાય છે અને મજેદાર ચણાના લોટના ખીરામાં ડૂબાડીને તેને તળવામાં આવે છે. ખરેખર તો પકોડાનો સ્વાદ તો તે જ્યારે ગરમ હોય ત્યારે જ માણવા જેવો હોય છે અને તેમાં પણ જ્યારે પકોડામાં પનીર મેળવવામાં આવે છે, ત્યારે બનતા પકોડા એવા મજેદાર તૈયાર થાય છે કે તે તમારા મોઢામાં મૂક્તાની સાથે જ પીગળી જશે.

ચટણી સાથે પકોડા તો એક અદભૂત નાસ્તાની ડીશ ગણાય છે જે તમારા કુંટુબીજનો અને મહેમાનો જીભ વડે આંગળા ચાટી જશે એવા સ્વાદિષ્ટ બને છે. ટી પાર્ટી માટે તો પકોડા યોગ્ય પસંદગી ગણાય. લીલી ચટણી સિવાય તે ગ્વાકામોલ અથવા ચીલી ગાર્લિક સૉસ જેવી વાનગી સાથે પીરસીને તેનો મજેદાર સ્વાદ આનંદથી માણી શકાય છે.

Paneer Pakoda, Punjabi Paneer Pakora Recipe In Gujarati

This recipe has been viewed 10324 times



પનીર પકોડા - Paneer Pakoda, Punjabi Paneer Pakora Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે

ઘટકો
૧ ૧/૨ કપ પનીરના ચોરસ ટુકડાઓ
તેલ , તળવા માટે

મિક્સ કરીને સુકું પાવડર તૈયાર કરવા માટે
૧/૪ ટીસ્પૂન અજમો
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો
૧/૨ ટીસ્પૂન ધાણા-જીરા પાવડર
૧/૨ ટીસ્પૂન આમચૂર
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૨ ટીસ્પૂન ચાટ મસાલો
મીઠું , સ્વાદાનુસાર

ખીરૂં તૈયાર કરવા માટે
૧ કપ ચણાનો લોટ
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
ચપટીભર હીંગ
૧ ટેબલસ્પૂન ગરમ તેલ
૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
૧ ચપટીભર બેકીંગ સોડા
મીઠું , સ્વાદાનુસાર

પીરસવા માટે
લીલી ચટણી
ટમૅટો કેચપ
કાર્યવાહી
ખીરૂં તૈયાર કરવા માટે

    ખીરૂં તૈયાર કરવા માટે
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. એક ઊંડા બાઉલમાં પનીર સાથે તૈયાર કરેલો સૂકો પાવડર મેળવી હલકે હાથે ઉપર નીચે કરી મિક્સ કરી લો.
  2. હવે એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં એક-એક કરીને દરેક મસાલા-પનીરના ચોરસ ટુકડાને ખીરામાં ડુબાડીને એક સમયે થોડા-થોડા ક્યુબને મધ્યમ તાપ પર ક્યુબ દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળી લો.
  3. આમ તૈયાર થયેલા પકોડાને ટીશ્યુ પેપર પર નિતારી લો.
  4. લીલી ચટણી અને ટમૅટો કેચપ સાથે ગરમ-ગરમ પીરસો.

Reviews