આ પ્રખ્યાત સાદા મીઠા ભાતને જરૂર અજમાવશો. આ ભાત સાકર મેળવીને તૈયાર કરવામાં આવે છે જેથી તમારે બીજી વધુ કંઇ તૈયારી કરવી પડતી નથી. તેમાં ઉમેરાતા કેસર, એલચી, લવિંગ અને તમાલપત્ર તેને એક અલગ જ ખુશ્બુ આપે છે.

Sweet Rice recipe In Gujarati

This recipe has been viewed 9726 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

Sweet Rice - Read in English 


મીઠા ભાત - Sweet Rice recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૭ કપ રાંધેલા ભાત
૧ ૧/૨ કપ સાકર
૪ ટેબલસ્પૂન ઘી
૫૦ મિલીમીટર (૨”) નો તજનો ટુકડો
લવિંગ
તમાલપત્ર
ચપટીભરકેસર , ૨ ટેબલસ્પૂન હુંફાળા દૂધમાં પલાળેલી
કિલોગ્રામ થોડા ટીંપા ખાવાનો કેસરી રંગ

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન બદામની કાતરી
૧ ટેબલસ્પૂન પીસ્તાની કાતરી
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં ભાત અને સાકર સારી રીતે મેળવીને બાજુ પર રાખો.
  2. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં તજ, લવિંગ અને તમાલપત્ર મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેંકડ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં ભાત-સાકરનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  4. ૪. એક નાના બાઉલમાં કેસર-દૂધનું મિશ્રણ અને કેસરી રંગ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  5. આ કેસરનાં મિશ્રણને તૈયાર કરેલા ભાતમાં મેળવી સારી રીતે મિક્સ કરી, ધીમા તાપ પર ૪ થી ૫ મિનિટ અથવા સાકર સારી રીતે પીગળી જાય ત્યાં સુધી થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
  6. બદામ અને પીસ્તાની કાતરી વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

Reviews

મીઠા ભાત
 on 08 Jul 17 12:44 PM
5