ગાર્લિક ચીઝ નાન | Garlic Cheese Naan, Tava Naan Without Yeast

આવો, આપણે સાદા નાનને એક ભપકાદાર અને નવી રીતે વધુ સ્વાદિષ્ટ બનાવીને સાદા નાનથી અધિક આનંદ માણીએ. આ ગાર્લિક ચીઝ નાનમાં લસણ અને ચીઝના મિશ્રણને નાનની કણિકમાં ભરીને વણવામાં આવ્યા છે. આ નાનનો સ્વાદ એવો મજેદાર બને છે કે તમારા મુખના હાવભાવ તરત જ બદલાઇ જશે. આ નાનની મજા તમે કોઇપણ શાક સાથે અથવા તો તેને નાની સાઇઝના બનાવી પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે પણ પીરસી શકાય એવા છે. આ નાન દાલ ફ્રાય અને મખ્ખની પનીર સાથે ખૂબ જ મજેદાર લાગશે.

Garlic Cheese Naan, Tava Naan Without Yeast recipe In Gujarati

This recipe has been viewed 4550 times



ગાર્લિક ચીઝ નાન - Garlic Cheese Naan, Tava Naan Without Yeast recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૦નાન માટે
મને બતાવો નાન

ઘટકો
૧૦ ટીસ્પૂન ખમણેલું લસણ
૧૫ ટેબલસ્પૂન ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
૧ કપ ઘઉંનો લોટ
૧ કપ મેંદો
૧ ટીસ્પૂન બેકીંગ પાવડર
૧/૪ ટીસ્પૂન બેકીંગ સોડા
૧ ૧/૨ ટીસ્પૂન સાકર
૨ ટેબલસ્પૂન દહીં
૨ ટેબલસ્પૂન નરમ માખણ
મીઠું , સ્વાદાનુસાર
ઘઉંનો લોટ , વણવા માટે
૫ ટીસ્પૂન પીગળાવેલું માખણ , ચોપડવા માટે
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં લસણ અને ચીઝ સિવાયની બાકીની બધી વસ્તુઓ મેળવી તેમાં જરૂરી પાણી ઉમેરી નરમ કણિક તૈયાર કરો.
  2. આ કણિકને ઢાંકીને હુંફાળી જગ્યા પર ૧ કલાક રહેવા દો.
  3. તે પછી તેને ફરીથી ગુંદી લો.
  4. આમ તૈયાર થયેલી કણિકના ૬ સરખા ભાગ પાડી લો.
  5. હવે દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫”)ના વ્યાસના ગોળાકારમાં સૂકા લોટની મદદથી વણી લો.
  6. હવે આ વણેલા ગોળાકારની મધ્યમાં ૧ ટીસ્પૂન લસણ અને ૧ ૧/૨ ટેબલસ્પૂન ચીઝ મૂકો.
  7. તે પછી તેને દરેક બાજુએથી વાળીને મધ્યમાંથી બંધ કરી ઉપરના વધારાના લોટને કાઢીને થોડુંક દબાવી લો.
  8. હવે તેને ફરીથી ૨૦૦ મી. મી. (૮”)ના વ્યાસના ગોળાકારમાં સૂકા ધઉંના લોટની મદદથી વણી લો.
  9. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, તેની પર નાન મૂકી તેની એક બાજુ હલ્કી ફૂલી જાય તે પછી તેને ફેરવી લો.
  10. આમ તેની બીજી બાજુ પણ જ્યારે હલ્કી ફૂલી જાય ત્યારે તેને સીધા તાપ પર નાન બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  11. હવે આ નાન પર બ્રશ વડે ૧/૨ ટીસ્પૂન પીગળાવેલું માખણ સરખી રીતે ચોપડી લો.
  12. આમ રીત ક્રમાંક ૫ થી ૧૧ પ્રમાણે બીજા ૯ નાન તૈયાર કરો.
  13. તરત જ પીરસો.

Reviews