You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > માવા કેસર રોલ ની રેસીપી માવા કેસર રોલ ની રેસીપી | Mawa Kesar Roll, Khoya Kesar Roll તરલા દલાલ માવા કેસર રોલ, માવાના પેંડા જેવી સામ્યતા ધરાવતી આ સ્વીસ રોલ જેવી અને આકર્ષક લાગતી મીઠાઇની વાનગી તહેવારોમાં, ખાસ કોઇ પ્રસંગે અથવા દશેરા-દીવાળીમાં પીરસી શકાય એવી છે. Post A comment 28 Sep 2019 This recipe has been viewed 4754 times Mawa Kesar Roll, Khoya Kesar Roll - Read in English માવા કેસર રોલ ની રેસીપી - Mawa Kesar Roll, Khoya Kesar Roll recipe in Gujarati Tags કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓઐડ્વૈન્સ રેસીપીસૂકા મેવાના વ્યંજનપરંપરાગત ભારતીય મીઠાઈઓ રેસિપીઝરોલ્સ્દિવાળીની રેસિપિહોળી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   કુલ સમય : ૨૦ મિનિટ    ૧૬રોલ માટે મને બતાવો રોલ ઘટકો માવા કેસર રોલ ની રેસીપી બનાવવા માટે૨ કપ ખમણેલો માવો૧/૨ કપ પીસેલી સાકર૧/૪ ટીસ્પૂન એલચી પાવડર૪ to ૫ કેસરના રેસા , ૧ ટેબલસ્પૂન દૂધમાં ઓગળાવેલા૨ to ૩ ટીપાં કેસરી રંગ૨ ચાંદીની વરખ૨ to ૩ પીસ્તા, કાતરી કરેલા કાર્યવાહી માવા કેસર રોલ ની રેસીપી બનાવવા માટેમાવા કેસર રોલ ની રેસીપી બનાવવા માટેએક જાડા તળીયાવાળા પૅનમાં માવો અને સાકર મેળવી ધીમા તાપ પર સતત હલાવતા રહી સાકર બરોબર ઓગળીને તેમાં રહેલું પાણીનું બાષ્પીભવન થઇ જાય ત્યાં સુધી રાંધી લો. (લગભગ ૧૦ થી ૧૨ મિનિટ)તેને તાપ પરથી નીચે ઉતારીને મિશ્રણના બે સરખા ભાગ પાડી લો.હવે માવાના મિશ્રણના એક ભાગમાં એલચી પાવડર મિક્સ કરી સંપૂર્ણ ઠંડું થવા દો.માવાના મિશ્રણના બીજા ભાગમાં કેસર અને કેસરી રંગ મેળવી સારી રીતે મિક્સ કરી ઠંડું થવા દો.હવે માવાના મિશ્રણને બે પ્લાસ્ટીકની વચ્ચે રાખીને ૧૦૦ મી. મી. X ૧૫૦ મી. મી. (૪” x ૬”)ના લંબચોરસમાં વણી લો.એ જ રીતે કેસરના મિશ્રણને પણ વણી લો.તે પછી માવાના લંબચોરસને એક પ્લાસ્ટીક શીટ પર મૂકી લો.હવે આ તૈયાર કરેલા માવાના લંબચોરસ પર કેસરનું લંબચોરસ મિશ્રણ મૂકી દો.હવે ધ્યાનથી પ્લાસ્ટીકની શીટની એક બાજુ ઉપર કરી માવા અને કેસરના લંબચોરસને વાળી લો. આમ કરતાં ધ્યાન રાખવું કે ઉપર તડ ન પડે.આમ રોલને ટાઇટ કર્યા પછી તેને પ્લાસ્ટીકની શીટ સાથે રેફ્રીજરેટરમાં સખત થવા માટે લગભગ ૧૦ મિનિટ માટે રાખી દેવું. તે પછી પ્લાસ્ટીક શીટ કાઢી લેવી.પછી તેની પર ચાંદીની વરખ ચિટકાડી લો અને રોલના ૧૬ સરખા ટુકડા કરી લો.દરેક ટુકડા પર પીસ્તાની કાતરી ભભરાવી લો.હાથવગી સલાહ:હાથવગી સલાહ:વિવિધતા માટે આવી જ બીજી વાનગી માવા-અંજીર રોલ પણ તૈયાર કરી શકાય છે.રીત ક્રમાંક ૪ માં કેસરના બદલે તમે સૂકા અંજીરને અર્ધ-ઉકાળી લીધા પછી તેને મિક્સરમાં ફેરવી પ્યુરી તૈયાર કરી માવાના મિશ્રણમાં ઉમેરી શકો છો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન