કેળાના ઉત્તાપા | Banana Uttapa, Banana Uttapam

આ કેળાના ઉત્તાપા લવચીક, પોચા અને રસદાર તથા હલકી મીઠાસ અને આનંદદાયક સ્વાદ ધરાવે છે અને સાથે-સાથે કેળાની મીઠાસ તેમાં ભળીને તેને સરસ મજેદાર બનાવે છે. આવા આ ઉત્તાપા બધાને ગમશે પણ ખાસ તો બાળકોને તે વધુ ગમશે.

અન્ય ઉત્તાપાની જેમ આ ઉત્તાપામાં પણ ચોખા અને અડદની દાળના ખીરાનો ઉપયોગ થાય છે, પણ તેમાં આથો આવ્યા પછી તેને વધુ પોષક બનાવવા તેમાં છૂંદેલા કેળા ઉમેરવામાં આવ્યા છે જે તેને સ્વાદિષ્ટ તો બનાવેજ છે પણ સાથે-સાથે વધુ મુલાયમ પણ બનાવે છે.

બીજી વિવિધ દક્ષિણ ભારતીય વાનગી પણ અજમાવો, તે છે અડઇ અને કાંચીપૂરમ ઇડલી

Banana Uttapa, Banana Uttapam recipe In Gujarati

This recipe has been viewed 6084 times



કેળાના ઉત્તાપા - Banana Uttapa, Banana Uttapam recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૮ ઉત્તાપા માટે
મને બતાવો ઉત્તાપા

ઘટકો
૧/૨ કપ છૂંદેલા કેળા
૩/૪ કપ ચોખા
૧/૪ કપ અડદની દાળ
૧/૨ ટીસ્પૂન મેથીના દાણા
૨ ટેબલસ્પૂન પીસેલી સાકર
મીઠું , સ્વાદાનુસાર
ઘી , રાંધવા માટે
૮ ટીસ્પૂન ખમણેલું નાળિયેર
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં ચોખા, અડદની દાળ અને મેથીના દાણા જરૂરી પાણી સાથે ૩ કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લો.
  2. આ મિશ્રણમાં લગભગ ૩/૪ કપ પાણી મેળવી, મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
  3. આ પેસ્ટને એક ઊંડા બાઉલમાં કાઢી, તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  4. તે પછી બાઉલને ઢાંકીને આથો આવવા માટે ૧૦ થી ૧૨ કલાક માટે રહેવા દો.
  5. હવે જ્યારે ખીરામાં આથો આવી જાય, ત્યારે તેમાં છૂંદેલા કેળા અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  6. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું પાણી છાંટી તેને મલમલના કપડા વડે સાફ કરી લો.
  7. હવે એક કડછી ભરી ખીરૂ તવા પર રેડી તેને ગોળકારમાં ફેરવી ૧૨૫ મી. મી. (૫”)નો ગોળ ઉત્તાપા બનાવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
  8. તેની કીનારીઓ પર થોડું ઘી સરખી રીતે રેડી, તેની ઉપર ૧ ટીસ્પૂન નાળિયેર છાંટીને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
  9. તેને ઉથલાવીને તેની બીજી બાજુ હળવા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી રાંધી લો.
  10. રીત ક્રમાંક ૭ થી ૧૦ પ્રમાણે બાકીના ૭ ઉત્તાપા તૈયાર કરો.
  11. તરત જ પીરસો.

Reviews