You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઇંડા વગરની ડૅઝર્ટસ્ > ચીઝકેક > બેક્ડ ચીઝકેક બેક્ડ ચીઝકેક | Indian Style Eggless Baked Yoghurt Cheesecake તરલા દલાલ સામાન્ય રીતે બધી વસ્તુઓ ભેગી કરીને ચીઝકેક બનાવવામાં આવે છે, જ્યારે આ બેક્ડ ચીઝકેક તે રીતથી થોડું અલગ છે. અહીં ભૂક્કો કરેલા બિસ્કીટનું પડ બનાવી તેની ઉપર શાહી ચીઝકેકનું મિશ્રણ પાથરીને બેક કરવામાં આવ્યું છે. બેક કરવાથી ચીઝકેકના મિશ્રણના સ્વાદમાં પણ વધારો થાય છે, જે મુખ્યત્વ પનીર અને અન્ય દૂધની વસ્તુઓના સંયોજનની સાથે તેમાં મેળવેલી કિસમિસ અને મસાલા દ્વારા મળી રહે છે. આમ, આ મોઢામાં મૂક્તાની સાથે પીગળી જાય એવો આ ચીઝકેકનો મોહક સ્વાદ તમને લાંબો સમય યાદ રહે તેવો તૈયાર થાય છે. આ ચીઝકેકની ઉપર ચોકલેટ સૉસનું ટોપીંગ બનાવી ટી પાર્ટી માં અથવા ડેઝર્ટ તરીકે પણ પીરસી શકાય છે. Post A comment 29 Sep 2024 This recipe has been viewed 5181 times एगलेस बेक्ड योगर्ट चीज़केक रेसिपी | भारतीय स्टाइल बिना क्रीम चीज़ बेक्ड चीज़ केक | दही चीज़केक - हिन्दी में पढ़ें - Indian Style Eggless Baked Yoghurt Cheesecake In Hindi eggless baked yoghurt cheesecake recipe | Indian style no cream cheese baked cheese cake | yoghurt cheesecake | - Read in English બેક્ડ ચીઝકેક - Indian Style Eggless Baked Yoghurt Cheesecake recipe in Gujarati Tags સરળ ભારતીય વેજ રેસિપીચીઝકેકક્રીસમસ્ વાનગીઓમધર્સ્ ડેફાધર્સ્ ડેવેલેન્ટાઇન ડેઇટાલીયન પાર્ટીના વ્યંજન તૈયારીનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૧૫ મિનિટ    ૬ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો પડ તૈયાર કરવા માટે૩/૪ કપ અર્ધ-કચરેલા મારી બિસ્કીટસ્૧ ટેબલસ્પૂન સાકર૪ ટેબલસ્પૂન પીગળાવેલું માખણચીઝકેકના મિશ્રણ માટે૧ ૧/૨ કપ ખમણેલું પનીર૧ ટેબલસ્પૂન ઘટ્ટ દહીં૧ ચપટીભર બેકિંગ સોડા૧ ચપટીભર જાયફળનું પાવડર૧/૪ કપ કન્ડેન્સ્ડ મીલ્ક૧ ટેબલસ્પૂન કિસમિસ કાર્યવાહી Methodએક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.આ મિશ્રણને ૧૫૦ મી. મી. (૬”)વ્યાસના ગોળ લૂઝ બૉટમ કેક ટીન (loose bottam cake tin)માં પાથરીને સારી રીતે દબાવી લો.આમ તૈયાર થયેલા કેક ટીનને રેફ્રીજરેટરમાં લગભગ ૩૦ મિનિટ સુધી રાખી મૂકો.ચીઝકેકના મિશ્રણ માટેચીઝકેકના મિશ્રણ માટેમિક્સરના જારમાં કિસમિસ સિવાયની બાકી બધી વસ્તુઓ મેળવીને સુંવાળું મિશ્રણ તૈયાર કરો.આમ તૈયાર થયેલા મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી, તેમાં કિસમિસ ઉમેરીને સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતહવે તેયાર કરેલું ચીઝકેકનું મિશ્રણ બિસ્કીટના જામી ગયેલા પડ પર સરખા પ્રમાણમાં પાથરીને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૧૫ મિનિટ સુધી બેક કરી લો.તેને સહજ ઠંડું પાડ્યા પછી તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન