દહીં ચને કી સબ્જી રેસીપી | દહીં ચણા નું શાક | રાજસ્થાની શાક | Dahi Chane ki Sabzi, Rajasthani Dahi Chane ki Sabji

દહીં ચને કી સબ્જી રેસીપી | દહીં ચણા નું શાક | રાજસ્થાની શાક | dahi chane ki subzi in gujarati |

જેને "ચને જેસલમેર કે" પણ કહેવામાં આવે છે, કાળા ચણાની આ વાનગી દહીંની ગ્રેવીમાં બનાવવામાં આવે છે, તે ભાત તેમજ રોટલીઓ બંને સાથે એક અદ્ભુત સાથ આપે છે. પરંપરાગત રીતે, આ દહીં ચને કી સબ્જીને મિસી રોટી સાથે પીરસવામાં આવે છે, કારણ કે સ્વાદ અને પોત બંને એકબીજાને સારી રીતે પૂરક બનાવે છે. દહીં પર આધારીત શાક મિસી રોટીની શુષ્કતાને સુંદર રીતે સરભર કરે છે. જો કે, તમે તેને કોઈપણ પ્રકારની રોટી અથવા તો પૂરી સાથે પીરસી શકો છો.

આ વાનગી તૈયાર કરવા માટે ખૂબ જ સરળ છે અને આ શાક ને બનાવવા માટે ન્યૂનતમ સામગ્રીનો ઉપયોગ થાય છે. તમારે ચણાને દહીં-ચણાના લોટના મિશ્રણ ઉમેરતી વખતે કાળજી લેજો. રહસ્ય એ છે કે તેને ઉકાળો આવે ત્યાં સુધી તેને સતત હલાવતા રહો, આ દહીંની ગ્રેવીને ફાટવાથી અટકાવવા માટે છે.

Dahi Chane ki Sabzi, Rajasthani Dahi Chane ki Sabji recipe In Gujarati

દહીં ચને કી સબ્જી રેસીપી - Dahi Chane ki Sabzi, Rajasthani Dahi Chane ki Sabji recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

દહીં ચને કી સબ્જી બનાવવા માટે
૧ ૧/૨ કપ દહીં
૨ કપ પલાળીને બાફેલા કાળા ચણા
૨ ટેબલસ્પૂન ચણાનો લોટ
૧/૨ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
મીઠું , સ્વાદાનુસાર
૧ ૧/૨ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરું
૧/૨ ટીસ્પૂન રાઇ

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
કાર્યવાહી
દહીં ચને કી સબ્જી બનાવવા માટે

    દહીં ચને કી સબ્જી બનાવવા માટે
  1. એક ઊંડા બાઉલમાં દહીં, ચણાનો લોટ, હળદર, લીલા મરચાંની પેસ્ટ, લાલ મરચાંનો પાવડર, મીઠું અને એક કપ પાણી ભેગું કરો અને કોઈ ગઠ્ઠો ન રહે ત્યાં સુધી હ્વિસ્કનો ઉપયોગ કરીને સારી રીતે મિક્સ કરી દો. એક બાજુ રાખો.
  2. ઊંડી નોન-સ્ટીક કઢાંઈમાં તેલ ગરમ કરો, તેમાં જીરું અને રાઇ નાખો.
  3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાળા ચણા અને દહીં-ચણાના લોટનું મિશ્રણ નાંખી, બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ માટે સતત હલાવતા રહી રાંધી લો.
  4. કોથમીર વડે સજાવી તરત જ પીરસો.

Reviews