લચ્ચા પરાઠા | Lachha Paratha, How To Make Lachha Paratha

લચ્ચા પરાઠાને તમે જોશો તો તમને કારણ સ્પષ્ટ થઇ જશે કે, તે શું કામ, ઉત્તર ભારતના સૌથી લોકપ્રિય પરાઠાઓમાંથી એક છે. પડવાળા પરાઠાને જોવાજ બહુ ગમે છે અને ખાવાતો તેનાથી વધુ ગમે છે કારણકે તેના દરેક પડ પર ઘી ને લીધે તે કરકરા અને મોઢામાં મુક્તાની સાથે પીગળી જાય તેવા હોય છે. આદર્શ લચ્ચા પરાઠા બનાવવા માટે તેને બરોબર વણવા જરૂરી છે. જો કે, શરૂઆતમાં તમને અઘરું લાગશે પણ એક કે બે બનાવ્યા પછી તમને તેની ફાવટ આવી જશે. તો, કાઢો તમારા પાટલા-વેલણ, અને શીખીયે મોઢામાં પાણી લાવે તેવા પડવાળા પરોઠા બનાવતા.

Lachha Paratha, How To Make Lachha Paratha recipe In Gujarati

લચ્ચા પરાઠા - Lachha Paratha, How To Make Lachha Paratha recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૫પરોઠા માટે
મને બતાવો પરોઠા

ઘટકો
૨ કપ ઘઉંનો લોટ
૨ ટેબલસ્પૂન ઘી , કણિક માટે
મીઠું , સ્વાદાનુસાર
ઘઉંનો લોટ , વણવા અને છાંટવા માટે
૭ ટીસ્પૂન ઘી , ચોપડવા માટે
ઘી , રાંધવા માટે
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં ઘઉંનો લોટ, ૨ ટેબલસ્પૂન ઘી અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી, જરૂરી થોડું ગરમ પાણી ઉમેરી, મસળીને નરમ કણિક બનાવો.
  2. કણિકના ૭ સરખા ભાગ પાડો.
  3. હવે કણિકના એક ભાગને ૨૦૦ મી. મી. (૮”)વ્યાસના ગોળાકારમાં થોડા ઘઉંના લોટની મદદથી વણી લો.
  4. તેની પર ૧ ટીસ્પૂન ઘી એકસરખું ચોપડી લો.
  5. તેની પર થોડો ઘઉંનો લોટ એકસરખો છાંટી તેને બરોબર ફેલાવી દો.
  6. નીચે બતાવેલી તસ્વીર મુજબ, હવે રોટીને, એક છેડા થી બીજા છેડા સુધી, પંખા જેવી, બન્ને બાજુએ ગડી વાળી લો. યાદ રાખજો કે તમે વચ્ચે-વચ્ચે તમે તેને ધીમેથી દબાવતા રહો.
  7. હવે તેને તમે ફરીથી, એક છેડા થી બીજા છેડા સુધી વીંટાળીને, સ્વીસ રોલ બનાવો અને ખુલ્લા છેડાને નીચેના મધ્ય ભાગમાં દબાવીને સીલ કરો.
  8. હવે સ્વીસ રોલને, સીલ કરેલો ભાગ ઉપર રહે તે રીતે ફેરવીને મૂકો અને ધીમેથી તેને ૧૫૦ મી. મી. (૬”)વ્યાસના ગોળાકારમાં થોડા ઘઉંના લોટની મદદથી વણી લો.
  9. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, પરોઠાને થોડા ઘીની મદદથી, પરોઠાની બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકી લો.
  10. હવે પરાઠાને એક પ્લેટ પર મૂકી, તેની બહારની દરેક બાજુએથી અંદરની તરફ એ રીતે દબાવો કે તેના પડ વધારે દેખાય.
  11. રીત ક્રમાંક 3 થી ૧૦ પ્રમાણે બાકીના ૬ પરોઠા પણ તૈયાર કરી લો.
  12. તરત જ પીરસો.

Reviews