મેંગો કુલ્ફી | કેરીની કુલ્ફી | એકદમ સરળ રીતે મેંગો કુલ્ફી | Mango Kulfi

મેંગો કુલ્ફી | કેરીની કુલ્ફી | એકદમ સરળ રીતે મેંગો કુલ્ફી | mango kulfi in gujarati |

ઉનાળો આવે, કેરીની મજબૂત સુગંધ તમે બજારમાં પ્રવેશતા જ તમારી સંવેદનાને મોહિત કરે છે. એટલે એને ખરીદ્યા વિના છોડી દેવાનું સરળ નથી. આ અદ્ભુત ફળનો ઉપયોગ અનંત વાનગીઓ બનાવવા માટે થઈ શકે છે - નાસ્તાથી મુખ્ય કોર્સ સુધી અને અલબત્ત, મીઠાઈઓ પણ.

આ અનિવાર્ય રેસીપીમાં, અમે સાથે મળીને બે સમયના મનપસંદ - કેરી અને કુલ્ફી લાવ્યા છીએ. કુલ્ફી બનાવવા માટે તેને હંમેશાં દૂધમાં રાંધવામાં આવે છે ને એના માટે થોડા સમયની જરૂર હોય છે, પરંતુ આ પ્રયત્નો સંપૂર્ણપણે મૂલ્યવાન છે કારણ કે તીવ્ર મિલ્કી સ્વાદ તેને અન્ય આઇસક્રીમથી અલગ બનાવે છે.

Mango Kulfi recipe In Gujarati

મેંગો કુલ્ફી | કેરીની કુલ્ફી | એકદમ સરળ રીતે મેંગો કુલ્ફી - Mango Kulfi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૧ કુલ્ફી માટે
મને બતાવો કુલ્ફી

ઘટકો

મેંગો કુલ્ફી માટે
૧/૨ કપ તાજો કેરીનો પલ્પ
૧/૨ કપ સમારેલી કેરી
૧/૪ ટીસ્પૂન કેસર
૧ ટેબલસ્પૂન ગરમ દૂધ
૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર
૪ ૧/૨ કપ ચરબીયુક્ત દૂધ
૫ ટેબલસ્પૂન સાકર
૧/૪ ટીસ્પૂન એલચીનો પાવડર
કાર્યવાહી
મેંગો કુલ્ફી બનાવવા માટે

    મેંગો કુલ્ફી બનાવવા માટે
  1. એક નાના બાઉલમાં કેસર અને ગરમ દૂધ ભેગું કરો, બરાબર મિક્સ કરી એક બાજુ રાખો.
  2. એક બાઉલમાં કોર્નફ્લોર અને ૨ ટેબલસ્પૂન પાણી ભેગું કરો, બરાબર મિક્સ કરી એક બાજુ રાખો.
  3. દૂધને એક ઊંડા નોન-સ્ટીક પેનમાં ગરમ કરો અને મધ્યમ તાપ પર વચ્ચે વચ્ચે હલાવતા રહી ૬ મિનિટ માટે ઉકાળો.
  4. કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ અને સાકર ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને ધીમા તાપ પર ૨૦ થી ૨૫ મિનિટ સુધી રાંધો, વચ્ચે વચ્ચે હલાવતા રહો અને બાજુઓને સ્ક્રૈપ પણ કરતા રહો.
  5. ગેસ બંધ કરો અને મિશ્રણને સંપૂર્ણપણે ઠંડુ થવા દો.
  6. એકવાર ઠંડુ થાય એટલે કેરીનો પલ્પ, કેસર-દૂધનું મિશ્રણ અને ઈલાયચી પાવડર નાંખો અને હ્વિસ્કની મદદથી બરાબર મિક્સ કરી લો.
  7. કેરી ઉમેરો અને ધીરે થી મિક્સ કરી દો.
  8. ૧૧ કુલ્ફી મોલ્ડમાં મિશ્રણ રેડો અને ફ્રીજ઼ માં રાતભર જમાવા માટે મુકી દો.
  9. અનમોલ્ડ કરવા માટે, મોલ્ડને ૫ મિનિટ માટે ફ્રીઝરની બહાર જ રહેવા દો અને ત્યારબાદ કુલ્ફીની મધ્યમાં લાકડાના સ્કીવર સ્ટીક અથવા કાંટા ચમ્મચ નાખીને તેને ખેંચીને બહાર કાઢી લો.
  10. તરત પીરસો.

Reviews