પંજાબી રોટી રેસિપિ | પંજાબી પરાઠા રેસિપિ | Punjabi rotis paratha recipes in Gujarati |
વિવિધ પ્રકારના પંજાબી પરાઠા | different types of Punjabi paratha in Gujarati |
પનીર સ્ટફ્ડ ગ્રીન પી પરોઠા | ઘઉંના લોટની સાથે લીલા વટાણાના સંયોજન વડે તૈયાર થતી એક ખાસ પ્રકારની કણિક આ વાનગીની મુખ્ય અને મહત્વની જરૂરીયાત છે. તેમાં તાજું પનીર અને રસદાર કિસમિસ ઉમેરવાથી પરોઠા એક પથ્ય વાનગી બની રહે છે.
પંજાબી રોટલીના વિવિધ પ્રકાર | different types of Punjabi roti in Gujarati |
1. મુળાના પરોઠા | મુળાના પરાઠા એક પરંપરાગત પંજાબી વાનગી છે. જ્યારે તમે આ પરાઠાને તવા પર શેકશો ત્યારે તેલ અને મુળાની સુવાસ આખા ઘરમાં પ્રસરી જશે. ખમણેલો મુળો, મુળાના પાન, ઘઉંનો લોટ અને સામાન્ય મસાલાઓથી બનેલ મુળાના પરાઠા ખૂબજ પૌષ્ટિક અને તૃપ્ત કરે તેવા બને છે. આ પરાઠા કૅલ્શિયમ અને વિટામિનોથી ભરપૂર છે અને ટિફિનમાં લઇ જવા માટે આદર્શ નાસ્તો છે.
2. ઉત્તર ભારતના આ મિક્સ વેજીટેબલ પરોઠા એટલા સ્વાદીષ્ટ છે કે સવારના નાસ્તામાં તેની સાથે બીજી કોઇ પણ વાનગીની જરૂર જ નહીં જણાય. તમારા રેફ્રીજરેટરમાં જે કોઇ શાક હાજર હશે તેનો ઉપયોગ કરીને તમે આ પરોઠા તૈયાર કરી શકો છો. થોડો મસાલાનો છંડકાવ અને ઉપર માખણ મૂકીને તેની ખુશ્બુમાં વધારો કરી શકો છો.