આ મધુર સુગંધ અને વિશિષ્ટ સ્વાદવાળો સાંભર મસાલો બહુ જ ટુંક સમયમાં તૈયાર કરી શકાય છે. અહીં જણાવેલી રીતમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં નથી આવ્યો, જેથી તમે તેને વધુ માત્રામાં બનાવીને લાંબા સમય સુધી તેનો સંગ્રહ કરી શકશો, અને જ્યારે જરૂર જણાય ત્યારે ઝડપથી સાંભર તૈયાર કરી શકશો. જો તમે આ મસાલો તાજો બનાવીને એ જ દીવસે તેનો ઉપયોગ કરવાના હો, તો મસાલાની વિવિધ વસ્તુઓ સાથે ૨ ટેબલસ્પૂન તાજા ખમણેલા નાળિયેરનો ઉપયોગ કરીને મસાલા પાવડર તૈયાર કરી શકો છો.