This category has been viewed 13993 times

 વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > પંજાબી રોટી રેસિપિ | પંજાબી પરાઠા
 Last Updated : Dec 10,2024

29 recipes

પંજાબી રોટી રેસિપિ | પંજાબી પરાઠા રેસિપિ | Punjabi rotis paratha recipes in Gujarati |

 


पंजाबी रोटी रेसिपी | पंजाबी पराठे | - हिन्दी में पढ़ें (Punjabi roti recipes | Punjabi parathas in Gujarati)

પંજાબી રોટી રેસિપિ | પંજાબી પરાઠા રેસિપિ | Punjabi rotis paratha recipes in Gujarati |

 

વિવિધ પ્રકારના પંજાબી પરાઠા | different types of Punjabi paratha in Gujarati |

પનીર સ્ટફ્ડ ગ્રીન પી પરોઠાઘઉંના લોટની સાથે લીલા વટાણાના સંયોજન વડે તૈયાર થતી એક ખાસ પ્રકારની કણિક આ વાનગીની મુખ્ય અને મહત્વની જરૂરીયાત છે. તેમાં તાજું પનીર અને રસદાર કિસમિસ ઉમેરવાથી પરોઠા એક પથ્ય વાનગી બની રહે છે. 

પંજાબી રોટલીના વિવિધ પ્રકાર | different types of Punjabi roti in Gujarati |

 

1. મુળાના પરોઠામુળાના પરાઠા એક પરંપરાગત પંજાબી વાનગી છે. જ્યારે તમે આ પરાઠાને તવા પર શેકશો ત્યારે તેલ અને મુળાની સુવાસ આખા ઘરમાં પ્રસરી જશે. ખમણેલો મુળો, મુળાના પાન, ઘઉંનો લોટ અને સામાન્ય મસાલાઓથી બનેલ મુળાના પરાઠા ખૂબજ પૌષ્ટિક અને તૃપ્ત કરે તેવા બને છે. આ પરાઠા કૅલ્શિયમ અને વિટામિનોથી ભરપૂર છે અને ટિફિનમાં લઇ જવા માટે આદર્શ નાસ્તો છે.

 

 

2. ઉત્તર ભારતના આ મિક્સ વેજીટેબલ પરોઠા એટલા સ્વાદીષ્ટ છે કે સવારના નાસ્તામાં તેની સાથે બીજી કોઇ પણ વાનગીની જરૂર જ નહીં જણાય. તમારા રેફ્રીજરેટરમાં જે કોઇ શાક હાજર હશે તેનો ઉપયોગ કરીને તમે આ પરોઠા તૈયાર કરી શકો છો. થોડો મસાલાનો છંડકાવ અને ઉપર માખણ મૂકીને તેની ખુશ્બુમાં વધારો કરી શકો છો. 

 


રોટી હોય કે શાક, બટાટા હંમેશાં તેમાં તેનો એક વિશિષ્ટ સ્વાદ ઉમેરે છે અને બાળકો અને મોટા લોકોને બહુ ભાવે છે. જ્યારે તમે તેમાં તાજા પાલકની ખૂબી, મલાઇદાર દહીં અને સ્ફૂર્તિદાયક ઘઉંનો લોટ ઉમેરો છો ત્યારે તમારા ડાઇનિંગ ટેબલ પર એક શક્તિથી ભરેલું જમણ તૈયાર થાય છે.
બટાકાની રોટી | ભારતીય બટાકાની રોટલી | આલુ રોટી | potato rotis in Gujarati | with 17 amazing images. આ બટાકાની રોટીમાં બાફીને ખમણેલા બટાટાનો ઉમેરો રોટીને એટલી નરમ ....
પાલકનું તાજગીભર્યું લીલું રંગ આ પરોઠાને પનીર સાથે દેખાવમાં આકર્ષક બનાવે છે અને સાથે-સાથે સ્વાદિષ્ટ પણ બનાવે છે. અહીં પાલક આ પરોઠાના કણિકની પૌષ્ટિક્તામાં વધારો કરે છે, ત્યારે બીજી બાજુ તેમાં મેળવવામાં આવેલું કોબી, કોથમીર, લીલા મરચાં અને આદૂનું પૂરણ આ પરોઠાને મજેદાર બનાવે છે.
ભટુરા રેસીપી | ખમીર વાળા ભટુરા | પંજાબી ભટુરા | ભતુરા | bhatura recipe in gujarati | with 20 amazing images. છોલે સાથે પીરસવામાં આવતા આ પ્રખ્યાત ગરમા ગરમ
મુળાના પરોઠા રેસીપી | પંજાબી મૂળી પરાઠા | મૂળા પરાઠા | mooli paratha in Gujarati | with 23 amazing images. મુળાના પરોઠા એક પરંપરાગત પંજાબી વાનગી છે. જ્યારે તમે આ ....
આ પરોઠાનું ટુંકમાં વર્ણન કરવું હોય તો એટલું જ બસ રહેશે કે આલુ મેથીના પરોઠા મનને ઉત્તેજિત કરી દે એવા છે. આ સ્વાદિષ્ટ ઘઉંના પરોઠામાં મેથી, જીરૂ અને મસાલા સાથે બટાટાનું પૂરણ છે જે આ પરોઠાને એવા સ્વાદિષ્ટ બનાવે છે કે તે તમે માત્ર દહીં અને અથાણાં સાથે સહેલાઇથી પીરસી શકો. જ્યારે મેથીને સાંતળવામાં આવે ....
ઘઉંના લોટની સાથે લીલા વટાણાના સંયોજન વડે તૈયાર થતી એક ખાસ પ્રકારની કણિક આ વાનગીની મુખ્ય અને મહત્વની જરૂરીયાત છે. તેમાં તાજું પનીર અને રસદાર કિસમિસ ઉમેરવાથી પરોઠા એક પથ્ય વાનગી બની રહે છે. લીલા મરચાંની તીખાશ અને કિસમિસની હલકી મીઠાશ મજેદાર સમતુલા આપી આ પરોઠા તમને યાદ રહે તેવા બને છે. જો કે જે દીવસ ....
મીસી રોટી | પંજાબી મીસી પરાઠા | પંજાબી નાસ્તો - મીસી રોટી | પંજાબી મીસી રોટી | punjabi missi roti gujarati | with 20 amazing images. મીસી રોટી એક પ્રખ્યાત રાજસ્થાની ....
આરોગ્યદાયક કોલીફ્લાવર વાપરીને બનાવેલા સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા, કોઇપણ ના ન પાડી શકાય તેવા કરકરા અને સ્વાદિષ્ટ પરાઠા છે. ઘઉંનો લોટ અને ઘણી બધી કોલીફ્લાવર લઈને બનાવેલા આ પરોઠા એક પૌષ્ટિક વાનગી છે અને કોથમીર, ફૂદીનો અને લીલા મરચાંની કુદરતી અને તીવ્ર સુગંધ તમારી ભુખને જગાવે છે.
તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે કોબી અને પનીર સાથે કંઇ રાંધી શકાય કારણ કે બન્ને વસ્તુઓ મૂળ સ્વરૂપે સૌમ્ય છે. પણ તમે આ કોબી અને પનીરના પરોઠા ખાશો તો તમને ખ્યાલ આવશે કે બન્ને વસ્તુઓનું મેળ-મિશ્રણ મજેદાર, સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને છે. આ પરોઠા ટુંક સમયમાં તૈયાર કરી શકો એવા છે. દહીં સાથે ગરમા ગરમ પ ....
આ મૂળા પાલકના પરોઠા બધી રીતે અનોખા છે. તેની કણિકમાં પાલકનો ઉમેરો કરવામાં આવ્યો છે જ્યારે તેનું સ્વાદભર્યું પૂરણ મૂળા વડે તૈયાર કરવામાં આવ્યું છે. રોજના સ્ટફડ પરોઠાથી અલગ અહીં મૂળાના પૂરણને અડધી રાંધેલી રોટી પર પાથરી, તેને વાળીને અર્ધગોળાકાર બનાવીને એક પૂર્ણ અને મજેદાર વાનગી તૈયાર કરવામાં આવી છે.
આ રોટીમાં એક પારંપારિક સ્વાદ અને સુગંધ ઉપરાંત તેમાં એવો જોમ અને ઉત્સાહ પેદા કરવાની શક્તિ છે જે તમારા ડાઇનિંગ રૂમમાં એક બાદશાહી વાતાવરણ ઉભું કરશે. આ ખસ્તા રોટી આપણને આપણી દાદીમાંની યાદ જરૂરથી અપાવશે, કારણકે તેઓ કેટલા ધીરજ અને પ્રેમથી આપણા માટે રસોઇ કરતાં અને ત્યારનું જીવન કેટલું તણાવમુક્ત હતું. ....
બીટના ગુલાબી રંગનો આભાસ અને તલનો ચટાકેદાર સ્વાદ આ રંગબેરંગી રોટીની ખાસિયત છે અને ધાણા પાવડર અને લાલ મરચાંનો પાવડર તેની સોડમમાં વધારો કરે છે. બીટ અને તલની રોટી, ટિફિનમાં પૅક કરીને લઇ જવા માટે એક આદર્શ નાસ્તો છે કારણકે તે બનાવતી વખતે રસોડું બહુ ગંદું પણ નથી થતું અને તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે.
સહેજ તીખી અને ખુશબુદાર આ કાંદાની રોટી બધાને ભાવે એવી છે. જીરૂ, આદુ, કોથમીર અને લીલા મરચાંને ઘંઉના લોટમાં મેળવીને બનતી આ રોટી કોઇ પણ શાક અથવા દહીં સાથે કે પછી ફક્ત અથાણાં સાથે પીરસી શકાય એવી મજેદાર છે.
આ પનીર મસૂરના પરોઠાની એક ખાસિયત છે કે તેમાં ઉમેરવામાં આવેલી બધી વસ્તુઓ સામાન્ય છે, જેથી તે ઘર જેવી જ વાનગી બને છે અને એકલા પરોઠા ખાવાથી પણ અમેરીકન ચોપસી તમે સંપૂર્ણ જમણનો અહેસાસ મળશે. આ મજેદાર વાનગી આખા ઘઉંના લોટ વડે બને છે, ....
Goto Page: 1 2