You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > ચોખાની વાનગીઓ > ખીચડી > જવ અને મગની દાળની ખીચડી ની રેસીપી જવ અને મગની દાળની ખીચડી ની રેસીપી | હેલ્ધી ખીચડી | મગની દાળની ખીચડી | Protein Rich Barley and Moong Dal Khichdi તરલા દલાલ જવ અને મગની દાળની ખીચડી ની રેસીપી | હેલ્ધી ખીચડી | મગની દાળની ખીચડી | barley and moong dal khichdi in Gujarati | with 28 amazing images.ધમાલીયા જીવનમાં આ ખીચડી શારીરિક અને માનસિક સુખ આપે એવી છે. ઘરના જમણમાં ખીચડી સંતોષ આપે એવી વાનગી છે. અહીં અમે ખીચડીને નવા સ્વરૂપે બનાવવાની રીત રજૂ કરી છે, જેમાં ફાઇબરયુક્ત જવનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચોખાના બદલે જવની સાથે મગની દાળ અને માફક આવે એવા સૌમ્ય મસાલા વડે બનતી આ ખીચડી તમને લાંબો સમય સુધી સંતોષ આપે એવી તૈયાર થાય છે કારણકે તે ફાઈગર ધરાવે છે. જવ શરીરમાં કોલેસ્ટ્રોલને દાબમાં રાખી વજનને પણ દાબમાં રાખવામાં મદદરૂપ થાય છે અને તેથી અમે તેમાં ઘીના બદલે હ્રદયને માફક આવે એવા જેતૂનના તેલનો ઉપયોગ કર્યો છે. બનાવવામાં અતિ સરળ એવી આ જવ અને મગની દાળની ખીચડી દહીં સાથે તમે જો એક બાઉલ જેટલી ખાશો તો સંપૂર્ણ ભોજનનો અહેસાસ મળશે. Post A comment 10 Sep 2024 This recipe has been viewed 7421 times प्रोटीन से भरपूर जौ और मूंग दाल खिचड़ी रेसिपी | बार्ली एण्ड मूंग दाल खिचड़ी | हेल्दी जौ पीली मूंग दाल खिचड़ी | जौ दाल खिचड़ी - हिन्दी में पढ़ें - Protein Rich Barley and Moong Dal Khichdi In Hindi protein rich barley moong dal khichdi recipe | healthy barley yellow moong dal khichdi for weight loss | jau dal khichdi | - Read in English જવ અને મગની દાળની ખીચડી ની રેસીપી - Protein Rich Barley and Moong Dal Khichdi recipe in Gujarati Tags ખીચડી રેસિપીનું કલેક્શન | વેજ ખીચડીમેરેથોનના ઐથ્લીટ માટે પૌષ્ટિક વાનગીઓહાઈપરથાઈરોડિસમવેગન ડાયટફોટોન્યુટ્રન્ટ્સ રેસિપીકોપર રેસિપીસેલેનિયમ રેસિપી, સેલેનિયમ ખોરાક તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૧ મિનિટ   કુલ સમય : ૧૬ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો જવ અને મગની દાળની ખીચડી ની રેસીપી બનાવવા માટે૧/૨ કપ જવ, ૩૦ મિનિટ પલાળીને નિતારી લીધેલા૧ કપ પીળી મગની દાળ૨ ટીસ્પૂન જેતૂનનું તેલ૧ ટીસ્પૂન જીરૂં૧/૪ ટીસ્પૂન હીંગ૧/૪ ટેબલસ્પૂન હળદર૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં મીઠું, સ્વાદાનુસારજવ અને મગની દાળની ખીચડી ની સાથે પીરસવા માટે લો ફૅટ દહીં કાર્યવાહી Methodજવ અને મગની દાળની ખીચડી ની રેસીપી બનાવવા માટે, એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને હળદર મેળવી ૧૦ સેકંડ સુધી મધ્ય તાપ પર સાંતળી લો.તેમાં લીલા મરચાં મેળવીને મધ્યમ તાપ પર થોડી સેકંડ સાંતળી લો.તેમાં જવ, પીળી મગની દાળ, મીઠું અને ૪ કપ પાણી મેળવીને મિક્સ કરી લો અને પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.પ્રેશર કુકરનું ઢાંકણું ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.લો ફૅટ દહીં સાથે તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન