મૅન્ગો સૂફલે ની રેસીપી | Mango Souffle, Eggless Mango Souffle

Mango Souffle, Eggless Mango Souffle recipe In Gujarati

This recipe has been viewed 1177 timesસૂફલે એક સરસ ફ્રેન્ચ ડેઝર્ટ છે, જે મજેદાર ક્રીમી અને કલ્પના ન આવે એવું હલકું હોય છે. આમ તો પારંપારિક રીતે સૂફલેમાં ઇંડાનો ઉપયોગ થાય છે, પણ અહીં અમે ઇંડા વગરનું એવું જ હલકા વજનનું સૂફલે બનાવવાની રીત રજૂ કરી છે.

વેજીટેરીયન જીલેટીન પાવડર આ સૂફલેમાં ખાસ અગત્યનું ભાગ ધરાવે છે. આ ઇંડા રહિત મૅન્ગો સૂફલેની બે ખાસ ગણી શકાય એવી ખાસિયત છે એટલે તેનો વિશિષ્ટ આંબાનો સ્વાદ અને તેની અલૌકિક બનાવટ, જે તમારા આતિથેયની સરખામણીમાં જરા પણ ઓછી નહીં ગણાય.

ભીડ-આનંદદાયક મીઠાઈઓની જેમ તમારા પાર્ટી મેનૂને સમાપ્ત કરો જેમ કે ક્વીક તીરામીસુ અને એગલેસ ચોકલેટ પુડીંગ.

મૅન્ગો સૂફલે ની રેસીપી - Mango Souffle, Eggless Mango Souffle recipe in Gujarati

જામવાનો થવાનો સમય:  ૨ કલાક   તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧૦ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

મૅન્ગો સૂફલે ની રેસીપી બનાવવા માટે
૧ ૧/૨ કપ કેરીનો પલ્પ
૧ કપ વ્હીપ્ડ ક્રીમ
૨ ટીસ્પૂન આઇસિંગ શુગર
૧ ૧/૨ ટેબલસ્પૂન વેજીટેરીયન જીલેટીન પાવડર

મૅન્ગો સૂફલેની સજાવવા માટે
થોડા પાકી કેરીના ટુકડા
કાર્યવાહી
મૅન્ગો સૂફલે ની રેસીપી બનાવવા માટે

    મૅન્ગો સૂફલે ની રેસીપી બનાવવા માટે
  1. એક ઊંડા બાઉલમાં ફીણેલી મલાઇ તથા આઇસિંગ શુગર મિક્સ કરી ઇલેટ્રીક બીટર વડે બીટ (beat) કરી બાજુ પર રાખો.
  2. બીજા એક ઊંડા બાઉલમાં કેરીનો પલ્પ રેડી તેને પણ ઇલેટ્રીક બીટર વડે એક મિનિટ સુધી બીટ (beat) કરી લો.
  3. તે જ રીતે બીજા એક બાઉલમાં જીલેટીન પાવડર અને ૪ ટેબલસ્પૂન ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને કેરીના પલ્પ સાથે મેળવી ફરીથી ઇલેટ્રીક બીટર વડે એક મિનિટ સુધી બીટ (beat) કરી લો.
  4. તે પછી તેમાં બીટન વ્હીપ્ડ ક્રીમ મેળવી ચપટા ચમચા (spatula) વડે હળવેથી વાળી લો.
  5. હવે તૈયાર થયેલા મિશ્રણને ૧૦ ગ્લાસમાં અથવા બાઉલમાં સરખાં પ્રમાણમાં રેડી લો અને તેને રેફ્રીજરેટરમાં ૨ કલાક સુધી અથવા બરોબર જામી જાય ત્યાં સુધી રાખી મૂકો.
  6. પાકી કેરીના ટુકડા વડે સજાવીને મૅન્ગો સૂફલે ઠંડું પીરસો.

Reviews