You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઇંડા વગરની ડૅઝર્ટસ્ > રોલ્સ્ > સ્ટ્રોબરી ક્રીમ રોલ ની રેસીપી સ્ટ્રોબરી ક્રીમ રોલ ની રેસીપી | Strawberry Cream Roll તરલા દલાલ મોઢામાં પીગળી જાય એવા વેનીલા કેકમાં સ્ટ્રોબરી જામ, વ્હીપ્ડ ક્રીમ અને તાજા ફળોનું સંયોજન છે. જામ, ક્રીમ અને ફળો આ રોલને સ્વાદિષ્ટ તો બનાવે છે, સાથે-સાથે આકર્ષક અને મનગમતા પણ બનાવે છે. આ સ્ટ્રોબરી ક્રીમ રોલની સ્લાઇસ કરતાં પહેલા તેને રેફ્રીજરેટરમાં ૩૦ મિનિટ સુધી રાખી મૂકવા જેથી રોલ બરોબર આકારમાં આવી જશે. Post A comment 03 Apr 2018 This recipe has been viewed 3597 times Strawberry Cream Roll - Read in English સ્ટ્રોબરી ક્રીમ રોલ ની રેસીપી - Strawberry Cream Roll recipe in Gujarati Tags ફળ આધારીત ડૅઝર્ટસ્રોલ્સ્બેકડ ઇન્ડિયન રેસિપીક્રીસમસ્ વાનગીઓબાળ દીવસમનોરંજક ડૅઝર્ટસ્હાઇ ટી પાર્ટી તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બેકિંગનું તાપમાન: ૨૦૦° સે (૪૦૦° ફે)   બેકિંગનો સમય: ૧૩ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૨૮ મિનિટ    ૧ રોલ (૭ ટુકડાઓ) માટે મને બતાવો રોલ (૭ ટુકડાઓ) ઘટકો ૨ મોટા ઇંડા૧/૪ કપ કેસ્ટર શુગર૧/૪ કપ મેંદો૧/૨ ટીસ્પૂન વેનીલા એસેન્સ૨ ટેબલસ્પૂન પીસેલી સાકર (છાંટવા માટે) પીગળાવેલું માખણ(ચોપડવા માટે)મિક્સ કરીને પૂરણ તૈયાર કરવા માટે૧/૪ કપ વ્હીપ્ડ ક્રીમ૧ ટેબલસ્પૂન સ્ટ્રોબરી જામ૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી સ્ટ્રોબરી કાર્યવાહી Methodએક ૨૦૦ મી. મી. X ૧૫૦ મી. મી. (૧૦” x ૬”)ના એલ્યુમિનિયમના વાસણમાં માખણ ચોપડી લો. તેની પર તેના માપ જેટલું એક બટર પેપર મૂકી, ફરી બટર પેપર પર માખણ ચોપડીને બાજુ પર રાખો.એક ઊંડા બાઉલમાં ઇંડાની સાથે કેસ્ટર શુગર મેળવી, સારી રીતે મિક્સ કરી ઇલેટ્રીક બીટર વડે મધ્યમ ગતિ પર ૩ થી ૪ મિનિટ સુધી કે હલ્કું અને ફૂલી જાય ત્યાં સુધી ફેરવી લો.તે પછી તેમાં મેંદો અને વેનીલા એસેન્સ મેળવી સ્પેટુલા (spatula) વડે સારી રીતે મિક્સ કરી લો.આમ તૈયાર થયેલા મિશ્રણને માખણ ચોપડેલા વાસણમાં રેડી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૮ મિનિટ સુધી બેક કરી લીધા પછી તેને ઠંડું થવા બાજુ પર રાખો.જ્યારે તે થોડું ઠંડું થાય, ત્યારે વાસણની કીનારીને ધારવાળા ચપ્પુ વડે છુટી કરી લો.હવે એક સાફ અને સમસ્થળ જગ્યા પર પીસેલી સાકર છાંટી, તેની પર કેકનું વાસણ ઊંધું કરી, હળવેથી બટર પેપરને ખેંચીને કેકને બહાર કાઢી લો.હવે તેની પર તૈયાર કરેલું પૂરણ સરખી રીતે પાથરી, કેકને એક બાજુએથી હળવેથી રોલ કરતાં બીજી બાજુ સુધી રોલ કરીને ૩૦ મિનિટ માટે રેફ્રીજરેટરમાં મૂકો.તે પછી ચપ્પુ વડે તેના ૭ સરખા ભાગ પાડો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન