અજમો ( Carom seeds )

અજમો, અજવાઇન એટલે શું | ગ્લોસરી | તેના ઉપયોગ | આરોગ્ય લાભો | રેસીપી | Viewed 18910 times

અજમો, અજવાઇન એટલે શું? What is Carom Seeds, Ajwain in Gujarati?


જીરું અને પાર્સલી એક પરિવાર સાથે સંકળાયેલી ઔષધિ, અજમો (અજવાઇન) તીક્ષ્ણ અને તીખા સ્વાદ સાથે નાના, સીધા અને અંડાકાર આકારની હોય છે. પ્રાચીન કાળથી તેનો ઉપયોગ રાંધણમાં, સુગંધિત અને સ્વાદિષ્ટ સ્વાદ માટે ઉપયોગમાં લેવાય છે. અજમો (અજવાઇન) નો ઉપયોગ મોટાભાગે આખા સ્વરૂપમાં કરાય છે, અને ખૂબ જ ઓછી માત્રામાં પાવડર તરીકે કરાય છે.



અજમો, અજવાઇનના ઉપયોગ રસોઈ માં (uses of carom seeds, ajwain, Thymol seeds, bishops weed in Indian cooking)


ભારતીય જમણમાં, અજમાનો ઉપયોગ શાકભાજી અને દાળમાં વધાર તરીકે અને નાસ્તામાં સ્વાદિષ્ટ મસાલા તરીકે કરાય છે.

અજમો, અજવાઇનના ફાયદા, આરોગ્ય લાભો (benefits of carom seeds, ajwain, Thymol seeds, bishops weed in Gujarati)

અજમો પાચન માટે સારો છે. તેનું સક્રિય સંયોજન થાઇમોલ પેટમાં પાચક રસના સ્ત્રાવમાં મદદ કરે છે, ને જે અપચો અટકાવે છે. પેટનો દુખાવો, એસિડિટી, ગેસ દૂર કરવા માટે અજમો ખૂબ જ સારો ઉપાય છે. અજમાનું પાણી ચયાપચયને વેગ આપવા અને વજન ઘટાડવામાં મદદ કરવા માટે પણ જાણીતું છે. BP થી પીડાતા લોકો માટે અજવાઇન રોટીના રૂપમાં અજમાનો સમાવેશ કરવો સારો રહેશે. અહીં જુઓ અજમો, અજવાઇનના વિગતવાર ફાયદા.



અજમાનો પાવડર (carom seeds powder)