શ્રીખંડ | Shrikhand ( Gujarati Recipe)

સાદા દહીંનું સ્વાદિષ્ટ વાનગીમાં જાદુઇ રૂપાંતર એટલે શ્રીખંડ. જેમાં કોઇપણ રાંધવાની ક્રીયા થતી નથી એવી આ વાનગી રવિવારના જમણમાં, તહેવારની વાનગીઓની સૂચિમાં અને તે ઉપરાંત ઉપવાસની ફરાળી વસ્તુઓમાં એક આદર્શ પ્રમાણભૂત વાનગી તરીકે પીરસી શકાય છે. જો તમે તેને આગળથી તૈયાર કરી ફ્રીજરમાં રાખી મૂકશો તો તે લગભગ ૧૫ દીવસ સુધી તાજું રહી શકે છે. સ્વાદિષ્ટ શ્રીખંડ માટે તાજા દહીંનો જ ઉપયોગ કરવો.

Shrikhand ( Gujarati Recipe) In Gujarati

શ્રીખંડ - Shrikhand ( Gujarati Recipe) in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ કિલોગ્રામ ઘટ્ટ દહીં
૩/૪ કપ પીસેલી સાકર
થોડા કેસરના રેસા , હુંફાળા ગરમ દૂધમાં ઓગાળેલા
૨ ટીસ્પૂન એલચી પાવડર

સજાવવા માટે
થોડી બદામની કાતરી અને થોડી પિસ્તાની કાતરી
કાર્યવાહી
    Method
  1. મલમલના કપડામાં દહીંને બાંધી, ઠંડી જગ્યા પર લગભગ ૩ કલાક સુધી ટીંગાડી રાખો અને ખાત્રી કરી લો કે દહીંમાંથી બધુ પાણી નીકળી ગયું છે.
  2. હવે આ ટંગાળેલા દહીંને કપડામાંથી એક બાઉલમાં કાઢી, તેમાં સાકર, કેસરનું મિશ્રણ અને એલચી પાવડર મેળવી, મિક્સ કરી હેન્ડ બ્લેન્ડર (hand blender) વડે મિશ્રણ સુંવાળું થાય ત્યાં સુધી વલોવી લો.
  3. પિસ્તા અને બદામની કાતરી વડે સજાવીને ઠંડું પીરસો.

વિવિધતા:

    વિવિધતા:
  1. સ્ટ્રોબરી શ્રીખંડ
  2. રીત ક્રમાંક ૨ પર કેસર અને એલચી પાવડરની અવેજીમાં ૧ કપ સ્લાઇસ કરેલી સ્ટ્રોબરી ઉમેરવી.
  3. સાકરનું પ્રમાણ, સ્ટ્રોબરીની મીઠાસ પ્રમાણે સંતુલિત કરી લેવું.

Reviews