હેલ્ધી વેજીટેબલ એન્ડ સ્પ્રાઉટસ્ લંચનું સલાડ ની રેસીપી | Healthy Vegetable and Sprouts Lunch Salad

તમને બપોરના જમણનો સંતોષ મળે એવું છે આ પૌષ્ટિક સલાડ. ફણગાવેલા મગ અને રાંધેલા મસૂર સાથે વિવિધ મસાલા અને પૌષ્ટિક શાકભાજી સાથેના આ હેલ્ધી વેજીટેબલ એન્ડ સ્પ્રાઉટસ્ લંચના સલાડમાં વિશાળ વિવિધતા ધરાવતી સામગ્રી છે. આ વિવિધ સામગ્રીની રચના જ એવી મજેદાર છે કે મોઢામાં સ્વાદ રહી જાય.

શાકભાજી અને મશરૂમને મીઠા અને મરી વડે હલકા સાંતળવામાં આવ્યા હોવાથી તે કરકરા અને સુગંધી બને છે. આ પૌષ્ટિક સલાડમાં એન્ટીઓક્સિડંટ (antioxidant) અને વિટામીન સી સારા પ્રમાણમાં છે અને આ સલાડ તમારા ઓફીસના જમણમાં લઇ જઇ શકાય એવું છે.

આ સલાડમાં શાકભાજી અને ડ્રેસિંગને અલગ-અલગ ડબ્બામાં લઇ જઇને જમતા પહેલા બન્નેને મિક્સ કરી તેની મજા માણવી. આ સલાડ વ્યાયમ અને હરીફાઇની રમત કરવાવાળા માટે પણ અતિ ઉત્તમ છે. કસરત પછી ખાવાથી તે શક્તિ અને જોમ પૂરનાર છે.

Healthy Vegetable and Sprouts Lunch Salad recipe In Gujarati

This recipe has been viewed 5818 times



હેલ્ધી વેજીટેબલ એન્ડ સ્પ્રાઉટસ્ લંચનું સલાડ ની રેસીપી - Healthy Vegetable and Sprouts Lunch Salad recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧/૨ કપ રંગીન સીમલા મરચાંના ટુકડા
૧/૪ કપ સમારેલી પીળી ઝૂકીની
૧/૨ કપ મશરૂમના ટુકડા
૧/૨ કપ લાલ કોળાના ટુકડા
૧ ટીસ્પૂન જેતૂનનું તેલ
મીઠુંઅને તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર
૧/૨ કપ ફણગાવીને બાફેલા મગ
૧/૨ કપ પલાળીને રાંધેલા આખા મસૂર
૧/૨ કપ સલાડના પાન , ટુકડા કરેલા
૧/૨ કપ નાની પાલક , ટુકડા કરેલી
૨ ટેબલસ્પૂન ભુક્કો કરેલું ફેટા ચીઝ

મિક્સ કરીને ડ્રેસિંગ તૈયાર કરવા માટે
૧ ટીસ્પૂન જેતૂનનું તેલ
૧ ટીસ્પૂન લીંબુનો રસ
૧/૪ ટીસ્પૂન મધ
૧/૪ ટીસ્પૂન રાઇની પેસ્ટ
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં સીમલા મરચાં, ઝૂકીની, મશરૂમ, લાલ કોળું, મીઠું અને મરી મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લીધા પછી તેને થોડું ઠંડું થવા દો.
  2. જો તમને આ ડ્રેસિંગ ઓફીસમાં લઇ જવું હોય, તો તેને અલગ-અલગ ડબ્બામાં લઇ જવું.
  3. પીરસતા પહેલા તેમાં ડ્રેસિંગ મેળવી સારી રીતે મિક્સ કરી તરત જ પીરસો.

Reviews