સ્કીન ગ્લો સૂપ ની રેસીપી | Skin Glow Soup

પોતાના શરીરની ત્વચા ચળકાટ મારતી અને ઝગઝગતી કોને ન ગમે? એવું માનવામાં આવે છે કે ઝગઝગતી ચામડી એ તંદુરસ્તીની એક સારી નીશાની છે અને થોડા ઘણા અંશે એ સાચું પણ છે. જ્યારે તમારા શરીરને જરૂરી પોષક પદાર્થો મળી રહે, તો શરીરમાં આપોઆપ તેની અસર દેખાય અને ત્વચા અંદરથી ચમકી ઉઠે. સૂપ પણ એક મજેદાર ડીશ છે, જે તમને તેની ખાત્રી કરાવી શકે છે. તે શરીરની ત્વચાને જરૂરી પ્રવાહી પૂરો પાડે છે. આમ આ સ્કીન ગ્લો સૂપ જેમાં જરૂરી પોષક તત્વો જેવા કે કેલ્શિયમ અને વિટામીન-એ છે, જે ત્વચાને પૌષ્ટિક્તા અને ચમક આપે છે. અહીં અમે આ સૂપ તૈયાર કરવા માટે સામાન્ય દહીંનો ઉપયોગ કર્યો છે, પણ જો તમે લૉ-કેલરી ડાયેટ લેતા હો તો આ સૂપમાં લૉ-ફેટ દહીંનો ઉપયોગ કરી શકો છો.

Skin Glow Soup recipe In Gujarati

સ્કીન ગ્લો સૂપ ની રેસીપી - Skin Glow Soup recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે

ઘટકો

સ્કીન ગ્લો સૂપ ની રેસીપી બનાવવા માટે
૨ કપ સમારેલી કાકડી
૨ ટેબલસ્પૂન ફૂદીનાના પાન
૨ ૧/૨ કપ દહીં
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. સ્કીન ગ્લો સૂપ ની રેસીપી બનાવવા માટે, બધી સામગ્રી મિક્સરની જારમાં મેળવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
  2. તરત જ પીરસો.

Reviews