વેજ સ્ટફ્ડ ચીઝી પીઝા બોલ | Veg Stuffed Cheesy Pizza Balls

પીઝાનો એક ટુકડો ખાવાથી જે મજા મળે છે, તેવી જ કે પછી તેનાથી પણ વધુ મજા આ રસદાર, જીભને સ્વાદિષ્ટ લાગે અને ભૂખને ઉગાડનાર એવી આ નાસ્તાની વાનગી દ્વારા તમને મળશે.

આ મજેદાર વેજ સ્ટફ્ડ ચીઝી પીઝા બોલ, લસણવાળી કણિકમાં ચીઝ ભરેલા શાકભાજીનું મિશ્રણ ભરીને તૈયાર કરવામાં આવ્યા છે. તે પછી ઉપરથી હર્બ્સ્ નું મિશ્રણ બ્રશ વડે લગાડી ઉપરથી ચીઝ ભભરાવી તેને બેક કરવામાં આવ્યા છે.

Veg Stuffed Cheesy Pizza Balls recipe In Gujarati

This recipe has been viewed 4513 times

Veg Stuffed Cheesy Pizza Balls - Read in English 


વેજ સ્ટફ્ડ ચીઝી પીઝા બોલ - Veg Stuffed Cheesy Pizza Balls recipe in Gujarati

તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન:  ૨૦૦° સે (૪૦૦° ફે)   બેકિંગનો સમય:  ૨૫ થી ૩૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૮ બોલ માટે
મને બતાવો બોલ

ઘટકો
૧ કપ મેંદો
૧ ટીસ્પૂન ઇનસ્ટંટ સૂકું ખમીર
૧ ટેબલસ્પૂન જેતૂનનું તેલ
૧ ટીસ્પૂન સાકર
૧/૨ ટીસ્પૂન સૂકા ઑરેગાનો
૧/૨ ટીસ્પૂન લસણની પેસ્ટ
મીઠું, સ્વાદનુસાર
મેંદો, ઉપર છાંટવા માટે
૮ ટીસ્પૂન પીઝા સૉસ
૮ ટીસ્પૂન ઝીણા સમારેલા રંગીન સિમલા મરચાં
મોઝરેલા ચીઝના ચોરસ ટુકડા
૨ ટીસ્પૂન સૂકા ઑરેગાનો
૧/૨ ટેબલસ્પૂન દૂધ
૧/૨ ટીસ્પૂન મિક્સ સૂકા હર્બ્સ્
૧/૨ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્
૧/૪ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં સૂકું ખમીર, સાકર અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકણ વડે ઢાંકીને ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.
  2. બીજા એક ઊંડા બાઉલમાં મેંદો, ખમીર-સાકરનું મિશ્રણ, ઑરેગાનો, જેતૂનનું તેલ, લસણની પેસ્ટ અને મીઠું મેળવીને જરૂરી હુંફાળા પાણી સાથે ગુંદીને નરમ કણિક તૈયાર કરો.
  3. આ કણીકને મલમલના કપડા વડે ઢાંકી હુંફાળી જગ્યા પર ૧ કલાક માટે બાજુ પર રાખો.
  4. ૧ કલાક પછી કણિકને ફરીથી ગુંદીને સાફ સપાટ જગ્યા પર રાખીને ૩૦૦ મી. મી. X ૨૦૦ મી. મી. (૧૨” x ૮”)ના લંબચોરસ આકારમાં વણી લો.
  5. તે પછી ચપ્પુ વડે તેના ૮ સરખા ભાગ પાડો.
  6. હવે એક ભાગને સાફ સૂકી જગ્યા પર રાખી તેની મધ્યમાં ૧ ટીસ્પૂન પીઝા સૉસ મૂકો.
  7. તે પછી તેની પર ૧ ટીસ્પૂન જેટલા રંગીન સિમલા મરચાં મૂકો.
  8. તે પછી તેની પર મોઝરેલા ચીઝનો ટુકડો મૂકી ઉપર ૧/૪ ટીસ્પૂન ઑરેગાનો સરખી રીતે છાંટી લો.
  9. હવે તેની દરેક બાજુઓ વાળીને બંધ કરી હલકા હાથે વાળીને ગોળ બોલ તૈયાર કરી લો.
  10. રીત ક્રમાંક ૬ થી ૯ મુજબ બીજા ૭ બોલ તૈયાર કરી લો.
  11. આમ આ બધા બોલ્સને તેલ ચોપડેલી ૧૭૫ મી. મી. (૭”) વ્યાસની એલ્યુમિનિયમના ગોળ ટીનમાં મૂકી દો.
  12. આ ટીનને મલમલના કપડા વડે ઢાંકી હુંફાળી જગ્યા પર ૩૦ મિનિટ સુધી બાજુ પર રાખો.
  13. તે પછી મલમલનું કપડું કાઢીને દરેક બોલ પર બ્રશ વડે દૂધ લગાડી ઉપર સૂકા હર્બ્સ્, સૂકા લાલ મરચાંના ફ્લેક્સ અને છેલ્લે ચીઝ સરખી રીતે ભભરાવી લો.
  14. હવે તેને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે)ના તાપમાન પર ૨૦ થી ૨૫ મિનિટ સુધી બેક કરી લો.
  15. તરત જ પીરસો.

Reviews