કોબીના વડા | Cabbage Vada

મોઢામાંથી પાણી છુટી જાય એવા સ્વાદિષ્ટ આ કોબીના તળેલા વડામાં ચણાની દાળ અને કોબી સાથે ગાજર, લીલા મરચાં અને કોથમીર પણ છે. શાળામાંથી પાછા આવેલા બાળકોને તથા ચા સાથે નાસ્તામાં મોટા લોકો માટે તો એક મજેદાર નાસ્તો છે.

Cabbage Vada recipe In Gujarati

This recipe has been viewed 8531 times

Cabbage Vada - Read in English 


કોબીના વડા - Cabbage Vada recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  આગલી રાત્રે   બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૫વડા માટે
મને બતાવો વડા

ઘટકો
૧ કપ ચણાની દાળ
લીલા મરચાં , મોટા સમારેલા
૧ કપ ઝીણી સમારેલી કોબી
૧/૨ કપ ઝીણા સમારેલા ગાજર
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
૧/૪ કપ ચણાનો લોટ
મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે

પીરસવા માટે
લીલી ચટણી
કાર્યવાહી
    Method
  1. ચણાની દાળને આગલી રાત્રે પલાળી રાખો.
  2. બીજા દીવસે દાળને નીતારીને તેમાંથી ૧/૨ કપ દાળ બાજુ પર રાખો.
  3. હવે બાકી રહેલી ૧/૨ કપ ચણાની દાળ સાથે લીલા મરચાં મેળવી મિક્સરમાં ફેરવી અર્ધકચરૂ મિશ્રણ તૈયાર કરો.
  4. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં બાકી રહેલી વસ્તુઓ (બાકી રહેલી ચણાની દાળ પણ) મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  5. આ મિશ્રણના ૨૦ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૫૦ મી. મી. (૨”)ના વ્યાસના ચપટા ગોળ વડા તૈયાર કરો.
  6. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં ૩ થી ૪ વડા એક સાથે એવી રીતે તળી લો કે તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય. તે પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી લો.
  7. લીલી ચટણી સાથે તરત જ પીરસો.

Reviews