You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી પનીર ના વ્યંજન > પનીર ટીક્કા પુલાવ પનીર ટીક્કા પુલાવ | Paneer Tikka Pulao તરલા દલાલ કોઇપણ તહેવારોના દીવસો હોય ત્યારે તમે આ નવીનતાભર્યું પનીર ટીક્કા પુલાવ તમારા પ્રિયજનો માટે જરૂરથી બનાવજો. આ વાનગીમાં રસદાર પનીર અને શાકભાજીને તવા પર રાંધતા પહેલા દહીં અને મસાલાના મિશ્રણમાં મૅરિનેટ કરવામાં આવ્યા છે અને છેલ્લે તેને બાસમતી ભાત સાથે મેળવીને તમે આંગળા ચાટી જાવ એવી સ્વાદિષ્ટ વાનગી તૈયાર થાય છે. Post A comment 19 Dec 2016 This recipe has been viewed 6435 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD पनीर टिक्का पुलाव - हिन्दी में पढ़ें - Paneer Tikka Pulao In Hindi Paneer Tikka Pulao - Read in English પનીર ટીક્કા પુલાવ - Paneer Tikka Pulao recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી પનીર રેસીપીમુઘલાઈ ભાત વાનગીઓ, મુઘલાઈ બિરયાની વાનગીઓપારંપારિક ચોખાની વાનગીઓવેજ પુલાઓ, પુલાવની જાતો રેસીપીભારતીય પાર્ટીના વ્યંજન તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૬માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો પનીર ટીક્કા માટે૧ ૧/૨ કપ પનીર , ૫૦ મી.મી. (૨”)ના ચોરસ ટુકડા કરેલા૧/૨ કપ સિમલા મરચાં , ૫૦ મી.મી. (૨”)ના ચોરસ ટુકડા કરેલા૧/૨ કપ કાંદા , ૫૦ મી.મી. (૨”)ના ચોરસ ટુકડા કરેલા૧/૨ કિલોગ્રામ ઘટ્ટ દહીં૧/૨ ટીસ્પૂન ચણાનો લોટ૧ ટીસ્પૂન આદૂની પેસ્ટ૧ ટીસ્પૂન લસણની પેસ્ટ૨ ટીસ્પૂન મરચાં પાવડર૧/૨ ટીસ્પૂન કસૂરી મેથી૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર મીઠું , સ્વાદાનુસાર૨ ટેબલસ્પૂન તેલભાત માટે૧ ૧/૨ કપ બાસમતી ચોખા , ૧૫ મિનિટ પલાળીને નીતારી લીધેલા૧ ટેબલસ્પૂન તેલ૧/૨ ટીસ્પૂન જીરૂ૨ લવિંગ૧ તમાલપત્ર૨૫ મિલીમીટર (૧”)નો તજનો ટુકડો મીઠું , સ્વાદાનુસારબીજી જરૂરી વસ્તુઓ૧ ટેબલસ્પૂન તેલસજાવવા માટે૧ ફૂદીનાની ડાળખી કાર્યવાહી પનીર ટીક્કા માટેપનીર ટીક્કા માટેએક બાઉલમાં ઘટ્ટ દહીં, ચણાનો લોટ, આદૂની પેસ્ટ, લસણની પેસ્ટ, મરચાં પાવડર, કસૂરી મેથી, ગરમ મસાલો, કોથમીર, મીઠું અને ૧ ટેબલસ્પૂન તેલ મેળવી સારી રીતે મિક્સ કરી મૅરિનેડ તૈયાર કરો.તે પછી તેમાં પનીર, સિમલા મરચાં અને કાંદા મેળવી હળવેથી મિક્સ કરી ૧૦ થી ૧૫ મિનિટ સુધી મૅરિનેટ થવા બાજુ પર રાખો.પનીર, સિમલા મરચાં અને કાંદાને ૪ સ્ક્યુઅર સ્ટીક પર ગોઠવી લો.બાકી રહેલું ૧ ટેબલસ્પૂન તેલ તવા પર ગરમ કરી, પનીર ટીક્કાને તેની પર ગોઠવીને ૪ થી ૫ મિનિટ સુધી તે દરેક બાજુએથી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો. પછી તેને સ્ક્યુઅરમાંથી કાઢી બાજુ પર રાખો.ભાત માટેભાત માટેએક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ, લવિંગ, તમાલપત્ર અને તજ મેળવી મધ્યમ તાપ થોડી સેકંડ સુધી સાંતળી લો.જ્યારે જીરૂ તતડવા માંડે, ત્યારે તેમાં ચોખા અને મીઠું મેળવી, મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં ૩ કપ ગરમ પાણી મેળવી, પૅનને ઢાંકી મધ્યમ તાપ પર ૧૦ થી ૧૫ મિનિટ અથવા ચોખા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.હલકા હાથે કાંટા (fork)ની મદદથી ભાતના દરેક દાણા છુટા પાડી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં પનીર ટીક્કા અને ભાત મેળવી હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.ફૂદીનાની ડાળખી વડે સજાવીને ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/paneer-tikka-pulao-gujarati-4754rપનીર ટીક્કા પુલાવKaveri panchal on 14 Aug 17 02:39 PM5very tasty PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન