પાલક અને ફૂદીનાનું જ્યુસ - Spinach and Mint Juice ( Healthy Juice)

દિવસની શરૂઆતને મજેદાર બનાવવા તથા તમારા શરીરને તંદુરસ્ત રાખી તેની શુધ્ધિ કરવા માટે આ જ્યુસ આર્દશ ગણાય એવું છે. લીંબુના રસનો ઉમેરો આ જ્યુસના લીલા રંગને જાળવી રાખીને તેમાં રહેલા લોહનું શોષણ વધારવામાં પણ મદદ કરે છે.

અહીં વાપરેલી લીલી શાકભાજી અને જલજીરાનું પાવડર તમારા પાચનતંત્રને ઉતેજ્જિત કરવા માટે અને ઓછા થયેલા ખનિજ તત્વને વધારવામાં પણ મદદરૂપ થાય છે, તે ઉપરાંત ફૂદીનામાં રહેલું તેલ પણ પાચનશક્તિ વધારવામાં ઉપયોગી થાય છે.

આ પાલક અને ફૂદીનાના જ્યુસનું સેવન દરરોજ સવારના ખાલી પેટે જ કરવું. ખાસ ધ્યાન રાખવું કે આ જ્યુસ પીધા પછી તરત જ કંઇ ખાવું નહીં જેથી આ જ્યુસ તમારા શરીરનો અપચો દૂર કરી પોતાનું સામર્થ્ય સિધ્ધ કરી શકે.

પૌષ્ટિક પાલક, કેલ અને સફરજનનું જ્યુસ અજમાવી જુઓ.

પાલક અને ફૂદીનાનું જ્યુસ - Spinach and Mint Juice ( Healthy Juice) recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો

જ્યુસરમાં તૈયાર કરવા માટે
૨ કપ મોટી સમારેલી પાલક
૧/૨ કપ ઝીણા સમારેલા ફૂદીનાના પાન
૧/૪ કપ મોટી સમારેલી કોથમીર
૨ ટીસ્પૂન લીંબુનો રસ
૧ ટીસ્પૂન જલજીરા પાવડર
ભૂક્કો કરેલો બરફ
કાર્યવાહી
જ્યુસરમાં તૈયાર કરવા માટે

    જ્યુસરમાં તૈયાર કરવા માટે
  1. એક જ્યુસરમાં પાલક, ફૂદીનાના પાન અને કોથમીર સાથે ૧/૨ કપ પાણી મેળવી સુંવાળું જ્યુસ તૈયાર કરો.
  2. આ જ્યુસને ગરણી વડે ગાળી લો.
  3. હવે તેમાં લીંબુનો રસ અને જલજીરા પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
  4. હવે ૨ ગ્લાસમાં ભૂક્કો કરેલો બરફ મૂકી, તેની પર આ તૈયાર કરેલું જ્યુસ સરખા પ્રમાણમાં રેડી લો.
  5. તરત જ પીરસો.

હૉપરમાં તૈયાર કરવા માટે

    હૉપરમાં તૈયાર કરવા માટે
  1. આ રેસીપીમાં હૉપર વડે જ્યુસ બનાવવું વ્યવહારિક નથી, કારણ કે લીલા શાકભાજીના પાંદડા અતિ નરમ હોવાથી હૉપરમાં ફેરવી શકાય એવા નથી.

Reviews