મિંટી કૂસકૂસ સલાડ | કૂસકૂસ સલાડ | મિંટી સલાડ | Minty Couscous

મિંટી કૂસકૂસ સલાડ | કૂસકૂસ સલાડ | મિંટી સલાડ | minty couscous recipe in gujarati |

સાભડી તે ખૂબ વિદેશી લાગે છે, કૂસકૂસ ફાડા ઘઉં સિવાય બીજું કંઈ નથી જે ને પાણી અથવા દૂધમાં રાંધવામાં આવે છે, જેને દરેક જણ સરળતાથી ઘરે તૈયાર કરી શકે છે.

આ ઉત્તરી આફ્રિકાનો પરંપરાગત ખોરાક, તે લોહનો એક મહાન સ્રોત છે. મિંટી કૂસકૂસ એક સ્વાદિષ્ટ સલાડ છે.

Minty Couscous recipe In Gujarati

મિંટી કૂસકૂસ સલાડ | કૂસકૂસ સલાડ | મિંટી સલાડ - Minty Couscous recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

મિંટી કૂસકૂસ સલાડ ની રેસીપી બનાવવા માટે
૨ ટેબલસ્પૂન સમારેલા ફૂદીનાના પાન
૧/૨ કપ ફાડા ઘઉં
૧ કપ લૉ ફેટ દૂધ , 99.7% ચરબી રહિત
૧/૨ કપ સમારેલા ટમેટા
૧/૨ કપ સમારેલા લીલા કાંદા (સફેદ અને લીલો બન્ને)
૧/૪ કપ સમારેલી કોથમીર
૨ ટીસ્પૂન જેતૂનનું તેલ
૨ ટીસ્પૂન લીંબુનો રસ
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
મિંટી કૂસકૂસ સલાડ ની રેસીપી બનાવવા માટે

    મિંટી કૂસકૂસ સલાડ ની રેસીપી બનાવવા માટે
  1. મિંટી કૂસકૂસ સલાડ બનાવવા માટે, ફાડા ઘઉંને સારી રીતે સાફ કરો અને ધોઈ લો.
  2. ફાડા ઘઉં અને દૂધને dઊંડા નોન-સ્ટીક પેનમાં ભેગું કરો, સારી રીતે મિક્ષ કરી દો
  3. અને મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા તે ટેન્ડર થાય ત્યાં સુધી રાંધી લો. સહેજ ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
  4. રાંધેલા ફાડા ઘઉં સહિતના તમામ સામગ્રીને એક ઊંડા બાઉલમાં ભેગું કરો અને હળવે હાથે મિક્ષ કરી દો.
  5. ઓછામાં ઓછા અડધા કલાક માટે રેફ્રિજરેશન કરો.
  6. મિંટી કૂસકૂસ સલાડ ઠંડુ પીરસો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. ક્રમાકં ૨ માં ફાડા ઘઉંને પારબૉઇલ્ડ થવા સુધી રાંધી લો અને ધ્યાન રોખો કે એ જરૂરત કરતા વઘારે ન રધાંય જાય.

Reviews