નવાબી કેસર કોફ્તા | Nawabi Kesar Koftas

આ વાનગીની શ્રેષ્ઠતા ગણવી હોય તો, કોફ્તામાં વપરાયેલી વિવિધ સામગ્રી જ ગણાવી શકાય. દૂધની અલગ અલગ વસ્તુઓ, કેસર અને સૂકો મેવો આ નવાબી કેસર કોફ્તાને એવા પ્રભાવશાળી બનાવે છે કે તેને મોઢામાં મુક્તાની સાથે જ પીગળી જાય એવા બનાવે છે.

તીખા સ્વાદવાળી ગ્રેવી, જેમાં મસાલેદાર અને કાજૂ-બદામ જેવા મેવા ઉમેરવાથી તૈયાર કરેલા વૈભવી કોફ્તા, જીભને એક ખુશ્બુદાર સ્વાદનો અહેસાસ આપે છે.

વધુમાં તેમાં મેળવેલો માવો, દ્રાક્ષ, મલાઇ અને પનીર વગેરે ખરેખર તેને નવાબી રાજા જેવો ઠાઠ આપે છે.

આવી જ બીજી નવાબી વાનગી છે નવાબી કરી અને નવાબી નાન, જેનો પણ સ્વાદ માણવા જેવો છે.

Nawabi Kesar Koftas recipe In Gujarati

This recipe has been viewed 3965 times

Nawabi Kesar Koftas - Read in English 


નવાબી કેસર કોફ્તા - Nawabi Kesar Koftas recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

કેસર કોફ્તા માટે
થોડા કેસરના રેસા
૧ ટેબલસ્પૂન દૂધ
૧/૪ કપ ખમણેલો માવો
૧/૨ કપ ખમણેલું પનીર
૧/૨ કપ બાફી છોલીને ખમણેલા બટાટા
૧ ટેબલસ્પૂન સમારેલી કિસમિસ
૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર
૧ ટેબલસ્પૂન મેંદો
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર

પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (૧/૪ કપ પાણી મેળવીને)
૩/૪ કપ સ્લાઇસ કરેલા કાંદા
૧ ટેબલસ્પૂન ટુકડા કરેલા કાજૂ
૧ ટેબલસ્પૂન સમારેલી બદામ
૨ ટીસ્પૂન આખા ધાણા
૨ ટીસ્પૂન જીરૂ
૧ ટેબલસ્પૂન ખસખસ
૨ ટીસ્પૂન વીલાયતી વરિયાળી
૨ ટેબલસ્પૂન તાજું ખમણેલું નાળિયેર
૨ ટીસ્પૂન સમારેલું આદૂ
૧ ટીસ્પૂન સમારેલા લીલા મરચાં
આખા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા
એલચી
લવિંગ
એક નાનો તજનો ટુકડો
કડી પત્તા
મીઠું , સ્વાદાનુસાર

ગ્રેવી માટે
૧ ટેબલસ્પૂન તેલ
૪ ટેબલસ્પૂન ટમેટો પ્યુરી
૧/૨ ટીસ્પૂન કસૂરી મેથી
મીઠું , સ્વાદાનુસાર
૧/૪ કપ તાજું ક્રીમ

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

પીરસવા માટે
રોટી / પરોઠા
કાર્યવાહી
કેસર કોફ્તા માટે

    કેસર કોફ્તા માટે
  1. એક નાના બાઉલમાં કેસર અને દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. હવે એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે કેસર-દૂધનું મિશ્રણ પણ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
  3. આ મિશ્રણના ૮ સરખા ભાગ પાડી દરેક ભાગના ગોળ બોલ આકારના કોફ્તા તૈયાર કરી લો.
  4. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં થોડા-થોડા કોફ્તા નાંખી મધ્યમ તાપ પર કોફ્તા દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
  5. આ કોફ્તાને ટીશ્યુ પેપર પર કાઢી સૂકા કરી બાજુ પર રાખો.

ગ્રેવી માટે

    ગ્રેવી માટે
  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં ટમેટાની પ્યુરી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  3. હવે તેમાં ૧/૨ કપ પાણી, કસૂરી મેથી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. છેલ્લે તાપને થોડું ઓછું કરી, તેમાં તાજું ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

આગળની રીત

    આગળની રીત
  1. પીરસવાના સમય પહેલા, ગ્રેવીને ફરી ગરમ કરી તેમાં કોફ્તા ઉમેરી હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  2. કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

Reviews