સ્પ્રાઉટસ્ ઢોકળા ની રેસીપી | હેલ્ધી સ્પ્રાઉટ્સ ઢોકળા | ફણગાવેલા મગના ઢોકળા | Sprouts Dhokla

સ્પ્રાઉટસ્ ઢોકળા ની રેસીપી | હેલ્ધી સ્પ્રાઉટ્સ ઢોકળા | ફણગાવેલા મગના ઢોકળા | sprouts dhokla in gujarati | with 18 amazing images.

ઢોકળા એક ગુજરાતી વાનગી છે જે ઓછી કેલરી ધરાવે છે અને આજકાલ સર્વસામાન્ય રીતે વિશ્વમાં પણ તે પ્રખ્યાત છે.

સ્પ્રાઉટસ્ ઢોકળા ખૂબજ આરોગ્યદાયક છે અને પૌષ્ટિક નાસ્તામાં માટે અતિ ઉત્તમ ગણાય છે. તેમાં મેળવેલા ફણગાવેલા મગ અને પાલક તેને રંગીન બનાવી વધુ પૌષ્ટિક્તા આપે છે.

Sprouts Dhokla recipe In Gujarati

સ્પ્રાઉટસ્ ઢોકળા ની રેસીપી - Sprouts Dhokla recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૨ ટુકડા માટે

ઘટકો
૧ કપ ફણગાવેલા મગ
૧/૪ કપ ઝીણી સમારેલી પાલક
૩ લીલા મરચાં , ટુકડા કરેલા
મીઠું, સ્વાદાનુસાર
૨ ટેબલસ્પૂન ચણાનો લોટ
૧ ટીસ્પૂન ખાવાની સોડા
૧ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન તલ
૧/૨ ટીસ્પૂન હીંગ
૩ to ૪ કડીપત્તા
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
તેલ, ચોપડવા માટે

પીરસવા માટે
લીલી ચટણી
કાર્યવાહી
    Method
  1. સ્પ્રાઉટસ્ ઢોકળા ની રેસીપી બનાવવા માટે મિક્સરના જારમાં ફણગાવેલા મગ, પાલક અને લીલા મરચાં મેળવી તેમાં થોડું પાણી ઉમેરી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
  2. આ પેસ્ટને એક બાઉલમાં રેડીને તેમાં મીઠું, ચણાનો લોટ અને સાથે ૧/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી, રેડી શકાય તેવું ખીરૂં તૈયાર કરો.
  3. હવે તેને બાફવા માટે મૂક્તા પહેલા, તેમાં ખાવાની સોડા અને ૨ ટીસ્પૂન પાણી ઉમેરી લો.
  4. જ્યારે ખીરામાં પરપોટા બનતા થાય ત્યારે તેને હળવા હાથે મિક્સ કરી લો.
  5. તે પછી ખીરાને ૧૭૫ મી. મી. (૭”)ની તેલ ચોપડેલી થાળીમાં રેડી, થાળીને ગોળ ફેરવી ખીરૂં સરખી રીતે પથરાઇ જાય તે રીતે ફેરવી લો.
  6. આમ તૈયાર થયેલી થાળીને બાફવાના સાધનમાં મૂકી, ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા ઢોકળા રંધાઇ જાય ત્યાં સુધી બાફી લો.
  7. હવે એક નાના પૅનમાં તેલ ગરમ કરી તેમાં તલ, હીંગ, કડીપત્તા અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  8. આ વઘારને ઢોકળાની થાળી ઉપર રેડીને ઢોકળાને થોડા ઠંડા થવા દો. તે પછી ચપ્પુ વડે તેના ચોરસ ટુકડામાં કાપી લો.
  9. તરત જ લીલી ચટણી સાથે પીરસો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. ઢોકળાને લગભગ ૩૦ સેકંડ સુધી ઠંડા પાડવા માટે મૂકવા જેથી તેના સહેલાઇથી ટુકડા કરી શકાય.

Reviews