સ્પાઇસી વેજીટેબલ પુલાવ | વેજીટેબલ પુલાવ રેસીપી | Spicy Vegetable Pulao

સ્પાઇસી વેજીટેબલ પુલાવ | વેજીટેબલ પુલાવ રેસીપી | spicy vegetable pulao recipe in gujarati.

સ્પાઇસી વેજીટેબલ પુલાવ રોજના શાકભાજી અને મસાલાઓનું સામાન્ય મિશ્રણ છે અને પરિણામ ખૂબ સ્વાદિષ્ટ છે, તમને આ પુલાવ અઠવાડિયામાં એક કરતા વધુ વખત બનાવાશો.

Spicy Vegetable Pulao recipe In Gujarati

સ્પાઇસી વેજીટેબલ પુલાવ, વેજીટેબલ પુલાવ રેસીપી - Spicy Vegetable Pulao recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

સ્પાઇસી વેજીટેબલ પુલાવ માટે
૧ કપ બાફેલા મિક્સ શાકભાજીના ટુકડા (ફણસી અને ગાજર)
૧/૨ કપ બાફેલા લીલા વટાણા
૩ કપ રાંધેલા બાસમતી ભાત અચવા રાંધેલા ભાત
૨ ટેબલસ્પૂન ઘી
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ કપ તળેલા કાંદા

મિક્સ કરીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (તેમાં ૧/૨ કપ પાણી મેળવવું)
લસણની કળી
આખા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા
૧ ટીસ્પૂન સમારેલું આદુ
૧ ટેબલસ્પૂન આખા ધાણા
૧ ટીસ્પૂન જીરું

સજાવવા માટે
૧/૨ કપ તળેલા કાંદા
૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
કાર્યવાહી
સ્પાઇસી વેજીટેબલ પુલાવ માટે

    સ્પાઇસી વેજીટેબલ પુલાવ માટે
  1. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  2. તેમાં મિક્સ શાકભાજી, લીલા વટાણા, મીઠું અને ૨ ટેબલસ્પૂન પાણી નાખો, બરાબર મિક્સ કરી લો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  3. ભાત અને તળેલા કાંદા નાંખો, બરાબર મિક્સ કરી લો અને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. તળેલા કાંદા અને કોથમીર વડે સજાવી ગરમ પીરસો.

Reviews