ફ્રુટ આઇસ લોલીઝ ની રેસીપી | Fruit Ice Lollies Recipe

ગરમીના દીવસોમાં મધ્યાનના સમયે કંઇ ખાવાની ઇચ્છા થાય ત્યારે આ સરળ રીતે બનતી અને ફળોના સ્વાદવાળી લોલી તો નાના મોટા દરેકને ભાવે એવી છે. ફળોના સ્વાદ સાથે પ્રમાણસર મીઠાશથી આ લોલી સ્વાદમાં અદભૂત છે.

આ ઉપરાંત આ વાનગીમાં કંઇ પણ રાંધવાની કડાકૂટ નથી અને ઝટપટ બનાવી શકાય છે. અરે, નાના બાળકો પણ તે જાતે તૈયાર કરી શકે એવી છે આ વાનગી. અહીં યાદ રાખવું જરૂરી છે કે ફ્રીજરમાંથી લોલીને કાઢી થોડી મિનિટ બહાર રાખ્યા બાદ તેને મોલ્ડમાંથી કાઢવી, નહીં તો તમને તેને કાઢવા માટે મહેનત તો કરવી પડશે પણ તે બહાર કાઢતી વખતે તૂટી પણ પડશે.

ગરમીના દીવસોમાં પીયૂષ અને કોકમ શરબત ની રેસીપી પણ અજમાવા જેવી છે.

Fruit Ice Lollies Recipe In Gujarati

This recipe has been viewed 2884 times

Fruit Ice Lollies Recipe - Read in English 


ફ્રુટ આઇસ લોલીઝ ની રેસીપી - Fruit Ice Lollies Recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૮ લોલી માટે
મને બતાવો લોલી

ઘટકો

ફ્રુટ આઇસ લોલીઝ ની રેસીપી બનાવવા માટે
૩/૪ કપ તૈયાર મળતો સંતરાનો રસ
૩/૪ કપ તૈયાર મળતો અનેનાસનો રસ
૧/૨ કપ તૈયાર મળતો કેરીનો રસ
૧ ૧/૨ ટેબલસ્પૂન પીસેલી સાકર
કાર્યવાહી
ફ્રુટ આઇસ લોલીઝ ની રેસીપી બનાવવા માટે

    ફ્રુટ આઇસ લોલીઝ ની રેસીપી બનાવવા માટે
  1. બધી વસ્તુઓ એક બાઉલમાં ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
  2. હવે આ મિશ્રણને ૮ આઇસક્રીમ મોલ્ડમાં પ્રમાણસર રેડીને ફ્રીજરમાં રાતભર મૂકી રાખો.
  3. જ્યારે ઉપયોગ કરવો હોય, ત્યારે તેના થોડા સમય પહેલા ફ્રીજરમાંથી બહાર કાઢી થોડો સમય રહેવા દો. તે પછી તેને મોલ્ડમાંથી કાઢી લો.
  4. ફ્રુટ આઇસ લોલીઝ તરત જ પીરસો.

Reviews