દહીં સાથે અળસી અને મધ - Flax Seeds with Curd and Honey, Good for Weight Loss and Fitness

Flax Seeds with Curd and Honey, Good for Weight Loss and Fitness recipe In Gujarati

This recipe has been viewed 2296 timesઘણા લોકોને અળસીના ફાયદાની માહિતી હોય છે, પણ આપણા ખોરાકમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ નથી હોતી. આ અદભૂત બી માં ઓમેગા-૩ ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે જે આપણા શરીરના કોષોને સ્થિર કરી શરીરમાં થતી દાહ, બળતરા ઓછી કરે છે.

વધુમાં અળસીમાં સોલ્યૂબલ ફાઇબર હોય છે જે ખોરાકમાં ભળીને શરીરમાં તેને પચાવવાની અનુકૂળ પરિસ્થિતિ બનાવે છે. અહીં, અમે આ બી નો સહજ રીતે ઉપયોગ કરી દહીં તથા મધમાં મેળવ્યા છે. તમને આ વિશિષ્ટ સ્વાદ સાથે દહીંમાં રહેલા કુદરતી બળો જેવા કે સારી ચરબી, પ્રોટીન, કૅલ્શિયમ અને વિટામીન-ડી પણ મળી રહે છે, દહીંનો બીજો એક સારો ગુણ છે કે તે શરીરમાં ખોરાકને પચવામાં મદદરૂપ પણ થાય છે. મધ આ મિશ્રણને સૌમ્ય અને મીઠી સુગંધ આપે છે, તો જલદીથી તમે આ વ્યંજન તૈયાર કરી આનંદ માણો.

દહીં સાથે અળસી અને મધ - Flax Seeds with Curd and Honey, Good for Weight Loss and Fitness recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧/૨ ટેબલસ્પૂન અળસીનો પાવડર
૧ કપ ચરબી-યુક્ત દહીં
૨ ટીસ્પૂન મધ
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
  2. તરત જ પીરસો.

Reviews