મગફળીના લાડુ રેસીપી | સીંગદાણા ના લાડુ | આસાન સીંગદાણા ના લાડુ | સીંગદાણાના લાડુ બનાવવાની રીત | Peanut Ladoo, Quick Peanut Laddoo

મગફળીના લાડુ રેસીપી | સીંગદાણા ના લાડુ | આસાન સીંગદાણા ના લાડુ | સીંગદાણાના લાડુ બનાવવાની રીત | peanut ladoo in gujarati | with 13 amazing images.

મગફળીના લાડુ એ મગફળી, સાકર, એલચીનો પાવડર અને ઘીમાંથી બનેલી એક લોકપ્રિય મહારાષ્ટ્રીયન મીઠાઈ છે. મહારાષ્ટ્રમાં સિંગદાણા લાડુ તરીકે ઓળખાતા, આ લાડુ બનાવવા માટે ઝડપી અને સરળ છે. ઠંડા શિયાળાના મહિનાઓમાં, શરીરને ગરમ રાખવા માટે મગફળીના લાડુ વધુ વખત બનાવવામાં આવે છે કારણ કે તે ગરમી આપે છે.

સીંગદાણા ના લાડુ બનાવવા માટેની સામગ્રી ભારતીય ઘરોમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. આ સીંગદાણા ના લાડુની અદ્ભુત રીતે ઝડપી અને ટેસ્ટી વર્ઝન છે, જેને તમે ચાસણી અથવા આવા કોઈ જટિલ સ્ટેપ બનાવવાની જરૂર વગર પળવારમાં બનાવી શકો છો.

Peanut Ladoo,  Quick Peanut Laddoo recipe In Gujarati

This recipe has been viewed 3004 times



મગફળીના લાડુ રેસીપી - Peanut Ladoo, Quick Peanut Laddoo recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૪ લાડુ માટે
મને બતાવો લાડુ

ઘટકો

મગફળીના લાડુ માટે
૧ કપ મગફળી
૧/૨ કપ પીસેલી સાકર
૧/૪ ટીસ્પૂન એલચીનો પાવડર
૩ ટેબલસ્પૂન ઓગળેલુ ઘી
કાર્યવાહી
મગફળીના લાડુ બનાવવા માટે

    મગફળીના લાડુ બનાવવા માટે
  1. મગફળીના લાડુ બનાવવા માટે મગફળીને એક પહોળા નોન-સ્ટીક પેનમાં ૬ મિનિટ સુધી શેકી લો.
  2. મગફળીને ઠંડી કરો અને તેના છીલકા કાઢી સાફ કરી લો.
  3. મગફળીને મિક્સરમાં બરછટ થાય ત્યાં સુધી પીસી લો.
  4. એક ઊંડા બાઉલમાં બરછટ પીસેલી મગફળીના પાવડરને નાખો, તેમાં પીસેલી સાકર અને એલચી પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  5. ઓગળેલુ ઘી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  6. મિશ્રણને ૧૪ સમાન ભાગોમાં વહેંચો અને દરેક ભાગને એક બોલનો આકાર આપો.
  7. મગફળીના લાડુને પીરસો અથવા એર-ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. જરૂર મુજબ ઉપયોગ કરો.

Reviews