અડાઈ રેસીપી | અડાઈ ડોસા | દક્ષિણ ભારતીય અડાઇ ડોસા | adai recipe in gujarati | with amazing 29 images.
અડઇ એટલે કરકરા ઢોસા જે ચોખા અને મિક્સ દાળના ખીરા દ્વારા તૈયાર થાય છે. તેને નાળિયેરના તેલ અને શેકેલી દાળથી રસાળ મહેક અને સારી એવી દેશી ખુશ્બુ પણ મળી રહે છે.
સામાન્ય ઢોસા કરતાં આ ઢોસા વધુ તૃપ્તા આપે છે એટલે સવારના નાસ્તા માટે તેને શ્રેષ્ટ ગણી શકાય. આ અડઇ ઢોસાને વધુ તીવ્ર બનાવવા હોય તો તેમાં કાંદા અથવા સરગવાની શીંગના પાન ખીરામાં ઉમેરવા.
નાળિયેરની ચટણી અને સાંભર સાથે આ અડઇ ઢોસા બહુ સ્વાદિષ્ટ લાગે છે. તેની પીરસવાની એક પારંપારિક દેશી રીત પણ અલગ છે, જેમાં તેની પર ચમચો ભરીને માખણ અને સાથે અવીઅલ તથા ખમણેલું ગોળ પીરસવામાં આવે છે.
અડાઈ રેસીપી | અડાઈ ડોસા | દક્ષિણ ભારતીય અડાઇ ડોસા | - Adai Recipe, Adai Dosa, Breakfast in Gujarati
Method- એક ઊંડા બાઉલમાં ઉકળા ચોખા, બધી દાળ, આદૂ, લાલ મરચાં, મરી અને જીરાની સાથે જરૂરી પાણી મેળવી ૨ કલાક માટે પલાળવા બાજુ પર રાખો. તે પછી તેને નિતારી લો.
- આ બધી વસ્તુઓ ૧ કપ પાણી સાથે મિક્સરમાં ફેરવી કરકરૂં મિશ્રણ તૈયાર કરો.
- આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી, તેમાં કાંદા, હીંગ, કડી પત્તા, ખમણેલું નાળિયેર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું પાણી છાંટીને મલમલના કપડા વડે વ્યવસ્થિત રીતે લૂછીને સાફ કરી લો.
- તે પછી તેની પર એક ચમચા જેટલું ખીરૂ રેડીને ૧૭૫ મી. મી. (૭”)નો પાતળો ગોળાકાર તૈયાર કરો.
- હવે તેની ઉપર અને તેની કીનારીઓ પર થોડું નાળિયેરનું તેલ રેડી મધ્યમ તાપ પર અડઇ ઢોસા ગોલ્ડન બ્રાઉન થઇ કરકરા બને ત્યાં સુધી શેકી લો.
- તે પછી તેને પલટાવીને તેની બીજી બાજુ પણ શેકી લો.
- ૮. તેને વાળીને અર્ધ-ગોળાકાર બનાવી લો.
- ૯. આ જ પ્રમાણે બાકી રહેલા ખીરા વડે વધુ ૯ અડઈ ઢોસા તૈયાર કરો.
- ૧૦. નાળિયેરની ચટણી સાથે તરત જ પીરસો.